તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર – સુરેશ દલાલ

જલમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :
ભરવસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :
નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

વૃંદાવનમાં ઝૂરે વાંસળી ; ઝૂરે મીરાંનું મન.
જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

– સુરેશ દલાલ

7 replies on “તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર – સુરેશ દલાલ”

 1. M.D.Gandhi, U.S.A. says:

  બહુ સુંદર કાવ્ય છે.

 2. વહ સુ સુન્દેર સબ્દો ખરે ખર મજા અવિ ગૈ.

 3. mahesh rana vadodara says:

  મજા આવિ સરસ રચના

 4. kalpana says:

  વાહ. આ બહુ મોટી કરુણા છે. નજીક રહેતા હોવા છતાં દૂર દૂર થઈ જતા સમજાય નહીં કે આમ કેમ થાય છે.
  આભાર

 5. Ravindra Sankalia. says:

  બહુ વેધક પ્રશ્ન પુછાયો છે.મુખડાની માયા લાગી છે એ મોહન ક્યા છે? કવિ પ્રદીપના એક ગીતની પન્ક્તિ પણ યાદ આવી. એક નદીકે દો કિનારે મિલનેસે મજબુર.

 6. manubhai1981 says:

  અમારી એવી તે કઇ ભૂલ ?
  આભાર.ગેીત ગવાયુઁ હોત તો ?

 7. ખુબ સુન્દર કાવ્ય..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *