કંકુવર્ણુ આભ ખુલ્યું ને – વિહાર મજમુદાર

પ્રસ્તુત રચના ગરબાના ઢાળમા સ્વરબદ્ધ કરવાની શરુઆત કરી હતી અને અનાયાસ જે સ્વરાંકન થયું તે મરાઠી ભાવગીત જેવું બન્યું, તેથી ભાવગીતની અસર ઊભી કરવા શહેરના જાણીતા સંગીતજ્ઞ અને મિત્ર શ્રી ઉદય દડપેના કંઠમા રેકોર્ડ કર્યું. શ્રી માતાજીનો ગરબો – એક અલગ અંદાજમાં પ્રસ્તુત છે.

– વિહાર મજમુદાર

સ્વર: શ્રી ઉદય દડપે
શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર

કંકુવર્ણુ આભ ખુલ્યું ને
ઝગમગ પગલીના ઝાંઝરથી
ઠમકી, ધીમુ અવનિ ઉપર ઉતરી જગદમ્બા

સહસ્ત્ર નજરો જ્યાં પથરાઇ, એ ઝળહળતી કેડી
સૂર્યમુખીએ પાંદડીઓને આમ જ રમતી મેલી

કંકુવર્ણા નભથી નીસરી,તેજભર્યા કિરણો પ્રસરાવી
સૂર્ય નીરખતો, અવનિ ઉપર નીસરી જગદમ્બા

ઉમંગ ને ઉલ્લાસના આસોપાલવ ઝૂમે દ્વારે
શ્રદ્ધાના ટમટમતા દીવા કેડીને અજવાળે

કંકુવર્ણી પગલી પાડી, ચૌદ ભુવનની અંબા માડી
મલકી આછું, અવનિ ઉપર ઉતરી જગદમ્બા

– વિહાર મજમુદાર

17 replies on “કંકુવર્ણુ આભ ખુલ્યું ને – વિહાર મજમુદાર”

  1. સવારે જ આ ગરબો/સ્તુતિ સામ્ભળ્યો – ખૂબ જ શાન્તિ અનુભવી

  2. મરાઠી નાટ્યસંગીતની છાબમાં સજાવેલા અફલાતૂન ગુજરાતી પુષ્પો જોઇને શું વધુ સુંદર છે એ નક્કી *નથી થઇ શકતું.
    આટલો આનંદ વારેઘડીએ નથી આવતો.
    અભિનંદન ઉદય દડપે … અનેક અભિનંદન વિહાર મજમુદાર !

  3. મરાઠી નાટ્યસંગીતની છાબમાં સજાવેલા અફલાતૂન ગુજરાતી પુષ્પો જોઇને શું વધુ સુંદર છે એ નક્કી થઇ શકતું.
    આટલો આનંદ વારેઘડીએ નથી આવતો.
    અભિનંદન ઉદય દડપે … અનેક અભિનંદન વિહાર મજમુદાર !

  4. ગુજરાતી ગરબો મરાઠી ભાવગીતનાં અંદાજંમાં ગવાયો એ જુદીજ અનુભૂતિ!! ખૂબજ ગમ્યું.

  5. ખુબ સુન્દર સ્તુતિ..મા અંબા ની..શ્રધ્ધાના ટમટમિયાને સદા અખંડ રાખજે ને આશિષ આપજે..! ચૈત્રીમાસના ગરબા ની મજા બધાને મળે છે “ટહુકા” દ્વારા.. આભાર!

  6. એક અલગ જ અનુભૂતિ… અનૂઠો અવાજ અને અનોખી ગાયકી… ભાવગીત સાંભળ્યા નથી પણ આ ગીત જે ભાવથી ગવાયું એ ગમ્યું !

  7. ગરબા માં આવતા ચીલા ચાલુ શબ્દો જે મોટે ભાગે શણગાર, વ્યવ્સાય, વાજીંત્રો ના વર્ણન વિગેરે ને બદલે નવી શબ્દ ગુંથણી જોવા મળી. કદાચ ગરબો નહી પણ માતાની સ્તુતી ચોક્કસ કહી શકાય. રાજશ્રી ત્રિવેદી

  8. વીહાર મુઝુમદારના શ્બ્દો તેમજ સ્વરરચનામા ગવાયેલુ ગીત ખુબ ગમ્યુ. શ્રધાના ટમટમતા દીવડા અદ્ભુત શબ્દો.

  9. વિહારભઈની આ રચના ખરેખર અદભુત છે. જ્યારે સવાર પડે છે અને આભ કંકુવર્ણુ થાય છે ત્યારે અવનિ પર શક્તિ નો પ્રસાર થાય છે.મા જગદમ્બા આ શક્તિ છે. આપણા જિવનમાં શક્તિ નથી તો કશુંજ નથી. શકતિને બિરદાવતું આ ભજન એક અનન્ય છે. આ પહેલા પણ તેમની “જનની જગદાધારિણી મા” ની રચના ટહુકો.કોમ પર રજુ થયેલી
    તે આ શક્તિની પુજા જ છે.

  10. વિહારભાઇ,

    ભાવગીતના રુપમાં કરેલી રચના બહુ સરસ છે અને ઘણી ગમી. ઉદયભાઇએ પણ
    મરાઠી ભાવગીતને એટલો જ સહજ અને સરસ ન્યાય કર્યો છે.
    ગુજરાતી ગીત રચનામાં આવા નવા નવા પ્રયોગો થતા રહે એજ ઈચ્છા.

    ઘણું સરસ.

    નિરલ.

Leave a Reply to arvind patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *