સુખ – કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

બધુંયે એમ ને એમ રહે છે
આ પડદા – આ બારી – આ કૂંડાં
જરાય બદલાતાં જ નથી.
પણ કોણ જાણે શું થાય છે,
ક્યારેક ક્યારેક
ફૂલોમાં રંગ ભરાઈ આવે છે,
ટેબલક્લૉથ પર – તકિયા ઉપર
ચિત્રો બધાં અકારણ હસે છે,
દીવાલો જાણે હમણાં બોલશે,
આજુબાજુ વીખરાયેલી બધી ચોપડીઓ
શબ્દે – શબ્દે
બધા ભેદ ખોલશે,
અજાણતાં જ હોઠ ઉપર ગીત આવી જાય છે.
સુખ શું આ જ છે?
બદલાતું તો કંઈ જ નથી…
આ પડદા – આ બારી – આ કૂંડાં …

– કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

4 replies on “સુખ – કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)”

  1. વાહ બહુ જ ટચી વાત કદાચ આપણા સૌના મનની લાગણી આવી જ હોવાની..

  2. આજ સુખ અને આજ પ્રેમ…અનુભુતિ થાય ને અજાણતાં જ હોઠ પર ગીત આવી જાય..!! સાવ સાચી વાત.

  3. ઘણા સમય પહેલા વાંચેલી અને બહુ ગમતી કવિતા ..
    બદલાતું તો કાંઇ જ નથી તો પણ જાણે શું થાય છે કે બધામાં રંગો ઉભરાઈ આવે છે!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *