દર શનિવારનું ritual – પન્ના નાયક

દર શનિવારનું ritual
સુપરમાર્કેટમાં ગ્રોસરીની ખરીદી –
કેવું સારું!
કશુંય પૂછવાગાછવાનું નહીં!
આંખો અને હાથ રમ્યા કરે
shelves પરની વસ્તુઓ પર
સ્ટૅમ્પ થઇ ગયેલા આંકડાઓ સાથે
મૂંગી મૂંગી રમત…!

ઍરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિકઃ બેવડા કવરમાં
સચવાઈ પડેલા ફળો ને શાકભાજી
વીનવે છે સૌને બહાર લઈ જવા!

માનવસંપર્કમાંથી સાવ વિખૂડી ગાયો કણસે છે,
માથા વિનાનાં લટકે છે બકરાંઘેટાં,
અને
સંભળાય છે ત્રાસની ચીસ
“disjointed chicken in family size” માં… !
હૃષ્ટપુષ્ટ ગાયોનું દૂધ ખડકાયું છે
પણ
“fortified, homogenized, pastuerized
અને vitamins added!”
બિચારી ગાયો શું વિચારતી હશે!

અસંખ્ય લોકોની અવરજવર વચ્ચે
શબ્દો ગૂગળાતા, અકળાતા;
સંભળાય છે માત્ર
ઊંચી એડીઓની ટપટપ ટપાટપ…
ઘસડાઈ ઘસડાઈને
શૉપિંગ કાર્ટનાં ખખડી ગયેલાં પૈડાંનો ઘરઘરાડ
અને
કેશ-રજિસ્ટરનાં નાણાં ગળી જવાનો ખડખડાટ…

બહાર આવું છું –
જાણે હું
બહેરાંમૂંગાની નિશાળની
આંખ-હાથના હાવભાવથી
communication કરતી વ્યક્તિ…!

– પન્ના નાયક


Chitralekha’s 61st annual issue had 61 prominent Gujarati’s including Panna Naik

17 replies on “દર શનિવારનું ritual – પન્ના નાયક”

  1. ઘણીજ સન્વેદનશીલ કવિતા. પન્નાબહેનને ખુબખુબ અભિનન્દન.

  2. ચિત્રલેખા બદલ હાર્દિક અભિનંદન !

    રચના પ્રમાણમાં લાંબી અને નબળી લાગે… ફળો અને શાકભાજી બહાર લઈ જવા વિનવે છે એ ભાગ સ્પર્શી ગયો…

  3. પન્નાબેન તમને ખુબ ખુબ અભિનંદન.
    ખુબ જ સુંદર રચના.
    પરદેશમાં રહીને વતનને નાજ ભુલાય, માતૃભુમિ એજ માતૃભુમિ.

  4. Panna bahen, Through this poem you have expressed the feelings of Indians living in America. Very true, whenever in India I am American and whenever in America—can not forget India. Yeah! all these are complicated emotions, but they are there. You have expressed them in a best way.

  5. ગમ્યુ. ઍરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિકઃ બેવડા કવરમાં
    સચવાઈ પડેલા ફળો ને શાકભાજી
    વીનવે છે સૌને બહાર લઈ જવા!
    કેવી સરસ કલ્પના.

  6. વિદેશ મા વસી ને વિદેશ ને વગોવવુ શોભામય ગણાય ?

  7. માનવસંપર્કમાંથી સાવ વિખૂડી ગાયો કણસે છે,
    માથા વિનાનાં લટકે છે બકરાંઘેટાં,
    અને
    સંભળાય છે ત્રાસની ચીસ

    “fortified, homogenized, pastuerized
    અને vitamins added!”
    બિચારી ગાયો શું વિચારતી હશે!
    વાહ પન્નાબેન……..સુંદર…….

  8. જ્યારે સ્ઁવેદના જાગૃત હોય તો પ્રેમચ્ઁદ બનેીને ગાયનાઁ પેટનેી વાત સ્ઁભળાય અને મોલ્માઁ ખરેીદેી કરતા ઈવન શાક્ભાજેીનેી ભાષા પણ સ્ઁભળાય.ગાયનાઁ દુધ પેીતા ગાયનેી પરવાનગેી લેવાજેટલા સુસઁસ્કૃત ક્યારે થઈશુઁ
    વાચ્હરડાનાઁ મોઢેથેી લઈ લેીધેલુઁ દુધ સાત્વિક આહારનાઁ ક્લાસિફિકેશન માઁ મોૂકેી દેીધુઁ એટલે પત્યુઁ

    અગેીયારસમાઁ પણ ચાલે

    આપણેક્યારે ઉપર વાસ કરેીશુઁ

    પન્ના બેન આભાર

    અને અમારા સુધેી આગેીત મોકલવા જયશ્રેી બેનને આભાર્

    પન્નબેનનો ઈમઈલ મોકલેી શકો

    બેીના

  9. આધુનિક જગત ના તાનાવાના , બહુજ સરસ સબ્દોનિ રમત , કલમ નિ કરામત ………અભિનદનદન , ધન્ય્વદ ,,,,,,,,,,,,,,,આબ્ભ્હાર

  10. પન્ના બેન લાગણી જ ઉતારે છે ,પોતાની જ નહિ, આપણા સૌની. “અમેરીકામાં રહું છું પણ ભારત છૂટતું નથી ને અવારનવાર ભારત આવુ છું, છતાં અમેરીકા છૂટતું નથી” એ આપણા સૌની લાગણી પણ છે જ ને?
    દર શનિવારનું ritual તો આપણા સૌનું પણ ખરું ને?
    કશુંય પૂછવાગાછવાનું નહીં!
    આંખો અને હાથ રમ્યા કરે
    shelves પરની વસ્તુઓ પર
    સ્ટૅમ્પ થઇ ગયેલા આંકડાઓ સાથે
    મૂંગી મૂંગી રમત…!

    અસંખ્ય લોકોની અવરજવર વચ્ચે
    શબ્દો ગૂગળાતા, અકળાતા;
    ને આપણે પણ અકળાતા- અકળાતા drive to home….

  11. કવિતા ન ગમેી. પન્ના પાસેથેી વધારે આશા હતેી. I think any good poet could express this kind of feeling. We have the tendency to give high marks with the name.

  12. બહાર આવું છું –
    જાણે હું
    બહેરાંમૂંગાની નિશાળની
    આંખ-હાથના હાવભાવથી
    communication કરતી વ્યક્તિ…!

    – પન્ના નાયક
    બહાર તમે આવી ગયા છો…તરાઈ આવ્યા છો તમારા અભિવ્યતિત્વ થી..પન્નાબેન..!!

  13. શ્રી વજુ કોટક ના પુસ્તકો બા ને ગમતા સાચવી ને વાંચવાની મજા આવે છે હજુ પણ ..શિકાગો માં ઓનલાઈન પર તો ઘણુ પણ હાથમાં પુસ્તક વાંચુ ત્યારે જાણે સંતોષ થાય..!!”ચિત્રલેખા”ની ઉપલબ્ધતા માટે લત્તામાસીનો આભાર… ! આજે ૬૧ વર્ષમાં આજે પન્નાબેન નો સમાવેશ કરીને ગૌરવ વધાર્યું …હાર્દિક અભિનંદન..!! કિર્તિ ને યશ સાથે જશ પણ પામો..નિચોવ્યો છે પ્રાણ તમે પન્નાબેન..!! એમાં જયશ્રીબેન ને અમીતભાઈએ તમને અહીં વધાવ્યા છે…વિવેકભાઈના તો શબ્દો જ શ્વાસ છે..તો પાથરું હું અભિનંદન ની રંગોળી ને વધાવું હું પુષ્પોથી…પન્નાબેનને..!!

  14. EMOTION AT THE HIGHEST LEVEL AND VERY TRUE PICTURE OF SATURDAY EVEN IN INDIA LIFE GOES ON THIS WAY ONLY
    MY CONGRATULATION

Leave a Reply to Mukesh Parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *