કલેજા અમારા એણે વીંધી નાખ્યાં – ગંગા સતી

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

કલેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટ ફાટ થાય રે .
છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી
મેંથી સહ્યાં નવ જાય જી.

બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા
મુખથી કહ્યાં નવ જાયજી.
આપોને વસ્તુ મુને લાભ જ લેવાને
પરિપૂર્ણ કરોને કાય રે.

બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી .

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,

ગંગાસતી રે એમ બોલિયા પાનબાઇ
પૂર્ણ અધિકારી કહેવાય જો.

– ગંગા સતી

16 replies on “કલેજા અમારા એણે વીંધી નાખ્યાં – ગંગા સતી”

  1. Just wonderful….Actually Osho is required to make understand this beautiful song…

  2. નેચેની રચના જો સમજાય જાય તો ઈસ્વર ઢુકડો થઈ જાય…. ખુબજ સરસ
    “બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
    બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,
    બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
    ને દેહ રે દશા મટી જાય જી .

    બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
    પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,”

  3. બહુજ ગમ્યુ આ ભજન.

    ગાયક ના શબ્દો કોઇ પદોમા જરા જુદા છે કે જેથી બરાબર ગાઈ શકાય.
    “પરિપૂર્ણ કરોને કાય રે” જે ગાયુ તેમા “કાય રે” ને બદલે શુ શબ્દ ગાયુ તે સમજાયુ નહિ.

    કોઇ કહે તો આભાર.

    જય શ્રી ક્રિશ્ણ!

    સુરેશ વ્યાસ

    • પરિપૂર્ણ કરોને કાય રે………..
      પરિપૂર્ણ કરોને… “.ક્રીયાય જી”

  4. ગઁગાસતી,પાનબાઇ,અને ઐશ્વર્યા મારાઁ પ્રિય પાત્રો !
    ગૌરાઁગભાઇનુઁ તો વળી પૂછવુઁ જ શુઁ ?ભજનને સુઁદર
    ઢાળ આપીને ઓપ આપવાનુઁ કાર્ય સહેલુઁ તો નથી જ !
    આભાર જયશ્રેીબહેના….આમિતભાઇનો !

  5. બહુ વાર સાંભળેલ ભજન ઐશ્વર્યાના મધ મીઠા સ્વરમાં બહુ મધુર લાગિયુ.
    “બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
    પરિપૂર્ણ વચનમાં વર્તાય જી”.
    સવાર માં સાંભળેલ સ્વર અને શબ્દો દિવસભર ગુંજતા રહેશે.
    આભાર.

  6. ગન્ગાસતીનુ નામ ઘણા વર્શોથી સામ્ભળુ છ પણ એમની રચના આજે પહેલવ્હેલી વાર સામ્ભળી.અદ્ભુત રચ્ના.હુ એટલે આ મારો આત્મા એજ મારી ઓળખ.દેહનુ ભાન ન રહે એવી સ્થિતિ આવતા તો બહુ વાર લાગે સ્વર અને સ્વરાન્કન બેય બહુ ઉત્તમ.

Leave a Reply to Vinoo Sachania Cancel reply

Your email address will not be published. Required fields are marked *