તું રાધા કેમ રીસાણી છે?

કવિ – સંગીતકાર : ?
સ્વર : ભાસ્કર શુક્લા

1.JPG

.

તું રાધા કેમ રીસાણી છે?
તારી આંખો કેમ ભીંજાણી?
તું મનમાં કેમ મુંઝાણી છે,
તારી આંખ કેમ ભીંજાણી?

કહે કડવા વેણ કહ્યાં તુજને,
તારા મનનું દુ:ખ તું કહે મુજને
તું દિલમાં કેમ દુભાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

વ્રજ નારી ઘણી છે મતવાલી,
તે સૌ માં તું મુજને વ્હાલી,
મારા હ્રદય કમળની તું રાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

તને બંસી ગમે તો બંસી દઉં,
જીવનભર તારો થઇ ને રહું,
તારી વેણી કેમ વિખાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

તારા આસુંડા હું લૂંછી નાખું,
તારું નામ સદા આગળ રાખું
એ સાચી મારી વાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

રાધાને રીઝાવી ગાવિંદનાથે,
વા’લા રાસ રમ્યા સૌની સાથે,
એવી પ્રિત પ્રભુની પુરાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

10 replies on “તું રાધા કેમ રીસાણી છે?”

  1. તારા આસુંડા હું લૂંછી નાખું,
    તારું નામ સદા આગળ રાખું
    એ સાચી મારી વાણી છે,
    તારી આંખો કેમ ભીંજાણી?

    કેટલી સરસ મજા પન્કતી.

  2. તારા આસુંડા હું લૂંછી નાખું,
    તારું નામ સદા આગળ રાખું
    એ સાચી મારી વાણી છે,
    તારી આંખો કેમ ભીંજાણી?
    તું રાધા કેમ રીસાણી છે?
    તું રાધા કેમ રીસાણી છે?

  3. ક્રુષ્ણની રાધાને મનાવવાની રીત નિરાળી….

    …વ્રજ નારી ઘણી છે મતવાલી,
    તે સૌ માં તું મુજને વ્હાલી,
    મારા હ્રદય કમળની તું રાણી છે,
    તારી આંખો કેમ ભીંજાણી?…..

  4. તું રાધા કેમ રીસાણી છે?
    તારી આંખો કેમ ભીંજાણી?

    …વ્રજ નારી ઘણી છે મતવાલી,
    તે સૌ માં તું મુજને વ્હાલી,
    મારા હ્રદય કમળની તું રાણી છે,
    તારી આંખો કેમ ભીંજાણી?

    તને બંસી ગમે તો બંસી દઉં,
    જીવનભર તારો થઇ ને રહું,
    તારી વેણી કેમ વિખાણી છે,
    તારી આંખો કેમ ભીંજાણી?

    તારા આસુંડા હું લૂંછી નાખું,
    તારું નામ સદા આગળ રાખું
    એ સાચી મારી વાણી છે,
    તારી આંખો કેમ ભીંજાણી?….

    Jagat no nath Radha ne sath….
    Khub sundar.

  5. I like this BHAJAN so much bcos my name is dhara but if v reverse it then it becomes radha. Even i lv lord kisna as a radha so i also hope that one day i will be convinced by lord kisna

  6. ટહુકો ગુજરાતી સુગમ સંગીતનો માત્ર છડીદાર છે, સંગીતનો પર્યાય કે સંગીત પોતે નહીં. અહીં તો વહેંચવાની છે ટહુકાની મીઠાશ, આખેઆખો મોર નહીં.

    Waah… !!

  7. કાયમ રીસાવાનું કંઈ બહાનું થોડું ગોતવાનું હોય…! ઘણીવાર અમથા અમથા રીસાવાની અમથી અમથી મજા પણ મજાની હોય છે… 😉

  8. સરસ રીતે ગવાયલું ભજન.
    વિનય પત્રિકા યાદ આવી.
    યે દિન કબ આયે? ગોવિંદ રાધે
    તેરા નામ લે કર આંસુ બહાયે

Leave a Reply to dhara Cancel reply

Your email address will not be published. Required fields are marked *