માડી હું તો બાર બાર વરસે આવિયો….

સ્વર – પ્રફુલ દવે, ઉષા મંગેશકર
સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – પાતળી પરમાર (૧૯૭૮)

માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું રે દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે

માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

મારે એના બચકામાં કોરી એક બાંધણી રે
માડી એની બાંધણી દેખીને બાવો હું તો થાઉં રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો માર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો માર મોરિયો રે

મારે એના બચકામાં કોરી એક ટીલડી રે
માડી એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો માર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો માર મોરિયો રે

11 replies on “માડી હું તો બાર બાર વરસે આવિયો….”

  1. મોલ્યુંમાં આંબો માર મોરિયો રે આ ટેક્સ્ટટ ખોટી છે. મોરિયો ની બદ્લે મોડીયો આવે.. અર્થાત આમ્બો મરડ્યો – મરોડ્યો . પુત્રવધૂ ને મારી નાખવા નો એમા સંકેત છે. મોરિયો એટ્લે તો મહોર્યો અર્થાત ખીલી ઉથ્યો. એમ થાય. જે ગીત ના અર્થ પ્રમાણે યોગ્ય નથી.

  2. બહેનશ્રી હીરલબહેન !”શગ” એટલે” દીવાની વાટ “.એમ માનુઁ છુઁ .
    આ લોકગેીત માન યોગ્ય છે.આભાર જયશ્રીબહેના-અમિતભાઇનો….
    બન્ને ગાયકોએ પણ ઘણુઁ સરસ ગાયુઁ છે…અભિનઁદન !

  3. ખરેખર તો લોકગીત નો ઢાળ છે. સ્વ. અવિનાશભાઇ નો બનાવેલો ઢાળ નથી.

  4. “બાર બાર વરસે આવીયો” છે. “ન” નથી. સ્વ. હેમુ ગઢવી ને સાભળો તો સારુ સમઝાશે.

    • આશોક્ભાઇ
      jo aap e mane aapi shakta hov to jindagi bhar no aabhari thaish mane khabar nathi ke aapni shu umar chhe pan murrabbi please mane e moklavo to bahuj saru ……. mari pase pan hemu gadhvi na amuk gito chhe ppan aa nathi e mane moklavo please….
      Thanks
      Darshan vyas

  5. જિન્દ્ગિ નિ બહુ જ ગહન વતો , લોક્જેીવન ; લોક્ગેીતો સમ્જવિ સકે ………………….આ ગેીત ફિલ્મિ ગેીત નો દર્જો નહિ જ …………………

    • “શગ બળે” એટલે દીવાની વાટ, જે બળે તેને શગ કહે.

Leave a Reply to manubhai1981 Cancel reply

Your email address will not be published. Required fields are marked *