શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો – હિતેન આનંદપરા

chakali.jpg

ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક,
શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શો વાંક?

ચહેરે કરચલીઓ વધતી જો જાય
તો હૈયે કરચલીઓ વધતી હશે?
હોડીની ઉંમર વધે તો વધે
પાણીની ઉંમર કંઇ વધતી હશે?

દરિયાના મોજાં પર બલિહારી જાય : ખારી બે આંખ.

ભીંતો અડીખમ ને વૃક્ષો અડીખમ
તોય જુઓ કેટલો છે ફેર,
એક ઉપર માણસનો થપ્પો લાગે
બીજા પર કુદરતની મ્હેર.

ઝાડ પરના માળામાં સંસારી થાય, બે ટહુકા બે પાંખ.

12 replies on “શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો – હિતેન આનંદપરા”

  1. અરે ખુબ જ સરસ કવિતા છએ. ભાઈ શૈશવ નિ વાત આવે એટલએ મજા જ આવે ને!

  2. આપણને કેટલીય વાર થાય-તે કવિને સહજતાથી અનુભવાયું!
    ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક,
    શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શો વાંક?
    સુંદર
    યાદ આવી —
    જીવી ગયા શી ભલી જીંદગી.
    રહસ્ય એનું પામવા અમે,
    જોયા કંઇક ભડવીરને.
    પીછાણ્યું એક સત્ય અમે,
    જીવ્યા એ બાળક સમ નીર્દોષતાથી.
    એટલે જ સ્તો અમે પણ,
    માગીએ, શૈશવ મળે ફરી.

  3. સુંદર ગીત… ચકલીની ચીં-ચીંની શ્રુતિ સંવેદના સાથે શરૂ થઈ તુર્ત જ દૃશ્ય સંવેદનાઓમાં સરી જતું ગીત મજાનું ભાવ-વિશ્વ સર્જે છે…

  4. haiye karachli vadhtee hasey? wahwah …….kavi ni kalpna ni udan ne koi na roki na sakey………..amazing!!!!

  5. દરિયાના મોજાં પર બલિહારી જાય : ખારી બે આંખ.

    …. બીજા પર કુદરતની મ્હેર.

    ઝાડ પરના માળામાં સંસારી થાય, બે ટહુકા બે પાંખ.

    કેટલી સરસ વાત!

Leave a Reply to Ankit Cancel reply

Your email address will not be published. Required fields are marked *