વર્ષાની આ સાંજ – સુરેશ દલાલ


(વર્ષાની સાંજ મુંબઈમાં……Marine Drive…)

વર્ષાની આ સાંજ મને વ્યાકુલ કરે છે.
નહીં જાણું હું કેમ
આંખથી આંસુ કેરાં કૂલ ખરે છે !

હું રામગિરિનો યક્ષ નથી
કે વિરહ વેદના પચાવવાને મારી પાસ એ વક્ષ નથી.
(ને દોડધામની જટાજાળમાં ‘પ્રેમ’ એ મારું લક્ષ નથી)
પણ તોય મને કાં કયો અજંપો
આવી આવીને સતાવવાની
નાજુક નમણી ભૂલ કરે છે !

હળવે રહીને મને વળગતી
અલકાની એ માયા.
‘મેઘદૂત’માં ભળતી કાળી
મુંબઈની આ છાયા.
છવાઈ જઈને છાયા પલમાં
રંગવહેતી ધૂળ કરે છે !

– સુરેશ દલાલ

7 replies on “વર્ષાની આ સાંજ – સુરેશ દલાલ”

 1. AMIN JIVANI says:

  like

 2. nirav kathrecha says:

  વાહ વાહ ભઐ

 3. SURBHI RAVAL says:

  અમેરિકામા આજે વરસાદને (,માનતા )મુમ્બઈનો ભુતકાલ નો વરસાદનિ યાદ આપતિ કવિતા ,ખુબજ મઝા આવિ.ખુબ ખુબ આભાર !

 4. મારા અઓ મુમ્બૈ ; ત્તારિજ યાદો સતાવે ………..તારે ગામ ……દિવાલિ ………તારિ ભેલ્પુરિ/ પાનિ પુરિ……….ધકક્મુલ્કિ…. તારા ગામ નિ દોદ્દ્મ્દોદ …………..બહુ જ સાથો સાથ યદ આવ્ય્જ્કર્ચે ……….વન્દન ….પરમ્પુજ્ય સુરેશ્ભૈ ને …….

 5. Ravindra Sankalia. says:

  સરસ મઝાનુ વરશાગીત. શોર્ટ એન્ડ સ્વીટ્.

 6. આવી આવીને સતાવવાની
  નાજુક નમણી ભૂલ કરે છે !
  આંખથી આંસુ કેરાં કૂલ ખરે છે !

 7. સુંદર રચના… મજબૂત લય અને ચુસ્ત પ્રાસના કારણે ગીત વધુ આસ્વાદ્ય બને છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *