તારા વિરહના શહેરનો – જવાહર બક્ષી

આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘તારા વિરહના શહેરનો’. પુરષોત્તમ ઉપાધ્યાયનું સુંદર સ્વરાંકન અને હંસા દવેની મધુર ગાયિકી…..

સ્વર : હંસા દવે
સંગીત : પુરષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : તારા શહેરમાં

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

– જવાહર બક્ષી

10 replies on “તારા વિરહના શહેરનો – જવાહર બક્ષી”

  1. અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
    મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

    Bahu j saras, spasht ane saav kharu…vaah Jawaharbhai. pranam.

  2. લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?

    ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
    દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

    ખુબ સુંદર!!!!

  3. હેપિ બર્થડૅ.હંસા દવે નો અવાજ કેટ્લો મીઠો છે.પુરુશોત્તમભાઈ તો તલ્લીન કરી દે છે.

  4. દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

    ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
    દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

    ખુબ જ સુન્દર્ર.

  5. An excellent and deep voice by Hansaa Dave. Awarankan by Purshuttomji is marvelous. My many many happy returns of the day to Kavi Sri Jawahar Baxi.
    Vijay

  6. અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
    મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

    ખુબ જ સુન્દર

  7. પ્રથમ જવહર ભૈ ને જન્દિન મુબારક …………… પ્યાર કરિ ને બધાજ ……જખ્મો જ પામે ………ધન્યાવ્દ ………બહુજ સરસ ક્રુતિ ………….અભિનદનદ ………..

Leave a Reply to bharat mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *