હે વીણાવાદિની – હીના મોદી

સંગીત : મેહુલ સુરતી

સ્વર : અમન લેખડિયા , સત્યેન જગીવાલા

saraswati.jpg

.

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી
ધવલ ધવલ વસ્ત્રધારીણી
વંદુ તુજને શીશ નમાવી

બ્રહ્મ કમંડળમાંથી પ્રગટી
વસંતપંચમી દિન તું જન્મી
થઇ તું ગંગાની જન્મોત્રી
તવ કૃપા આ ઋષી સંસ્કૃતી

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી

આદ્યદેવી તું જ્ઞાનીઓની
લક્ષ્મીજીની પ્રિય સહેલી
દીપ જ્ઞાનના તું પ્રગટાવે
જગમાંથી અંઘાર મીટાવે

___ વસનારી તું મધુરી
સુવાસ જ્ઞાનની તેં ફેલાવી
જ્ઞાનધાર અવનીમાં વહાવી
ન્યાલ કરે તુજ અમૃતવાણી

સૂર મધુર રેલાવનારી તું
લય આલાપમાં ભરનારી તું
અખિલબ્રહ્માંડે ગીત ગજાવે
જગને તા તા થૈ તું નચાવે

વીણાવાદિની, મયુરવાહીની…

( સરગમ… )

7 replies on “હે વીણાવાદિની – હીના મોદી”

  1. વાહ,વિણાવાદીનીની આવી સ્તુતિ પહેલી વખત વાંચવા મળી.

    સરસ્વતી માત હો મારી ,તમોને પાય લાગુ છુ,
    તમારા બાળ જાણીને હૃદયમાં વાસ માંગુ છુ…..

  2. ખુબજ પવિત્ર અને મન ભાવન ભક્તિ સન્ગિત સામ્ભદવા મલ્યુ

    આપ નો ખુબ આભારિ

  3. સરસ સંગીત અને સ્વર…ખૂટતો શબ્દ “કંઠે”…

    “કંઠે” વસનારી તું મધુરી.

  4. ખુબજ પવિત્ર અને મન ભાવન ભક્તિ સન્ગિત સામ્ભદવા મલ્યુ

    આપ નો ખુબ આભારિ

  5. ખુબ જ સરસ પરિક્ષાના માહોલમા સરસ્વતિ દેવીની વદના સારી

  6. સૂર મધુર રેલાવનારી તું
    લય આલાપમાં ભરનારી તું
    અખિલબ્રહ્માંડે ગીત ગજાવે
    જગને તા તા થૈ તું નચાવે

    વંદુ તુજને શીશ નમાવી-

Leave a Reply to salilupadhyay Cancel reply

Your email address will not be published. Required fields are marked *