પ્રિયતમની પ્રીત્યું પિછાણી – મેઘબિંદુ

Happy Valentine Day to all.
પ્રસન્ન દાંયત્યનું સુખ જેણે માણ્યું છે એવી નાયિકાના હૈયાની વાત આ કવિતામાં કવિ શ્રી મેઘબંદુ એ રજૂ કરી છે. સોલી કાપડિયાનાં સ્વરાંકનમાં અને શીલા વર્માના સ્વરે આ ગીત એક મહેફિલમાં રજુ થયું હતું…..

સ્વર : શીલા વર્મા
સંગીત : સોલી કાપડિયા

પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

વરસોનાં વરસો તો વીતી ગયાં ને
તોયે પહેલાનાં જેવો ઉમંગ
ઋતુઓનાં રંગોનાં રંગ રંગ માણ્યા
પ્રિયતમની પ્રીતિને સંગ
મારા વ્હાલમની ભાવ ભરી વાણી
એના એક એક બોલમાં ભીંજાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

જિવનભર ગમતીલો વૈભવ મળ્યો
ને તેમાંયે સ્નેહભરી પ્રીત
કહેવાનું કેટલુંયે ભીતર ભર્યું છે
પણ આંસુમાં અટવાયું ગીત
પ્રભુ ! તારી કૃપાને મેં જાણી
મારા વ્હાલમે મુજને પ્રમાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

– મેઘબિંદુ

7 replies on “પ્રિયતમની પ્રીત્યું પિછાણી – મેઘબિંદુ”

  1. સરલા બેને જે કહિયુ તે જ કહેવુ છે-“કહેવાનું કેટલુંયે ભીતર ભર્યું છે
    પણ આંસુમાં અટવાયું ગીત
    પ્રભુ ! તારી કૃપાને મેં જાણી
    મારા વ્હાલમે મુજને પ્રમાણી,,,,,” વાહ ….. ખુબ જ સરસ.

  2. કહેવાનું કેટલુંયે ભીતર ભર્યું છે
    પણ આંસુમાં અટવાયું ગીત
    પ્રભુ ! તારી કૃપાને મેં જાણી
    મારા વ્હાલમે મુજને પ્રમાણી,,,,, વાહ ….. ખુબ જ સરસ….

  3. વેલેન્ટિન દિવસ સહુ ને મુબારક.ખાસ તો એક બીજા ના પ્રેમ માં મસ્ત રહેતા couplesને
    મઝાનું ગીત,કર્ણપ્રિય સંગીત.આમ જ અમને રોજ જ નવા ગીતો ની લહાણી કરતા રહો.

  4. મારા વ્હાલમની ભાવ ભરી વાણી
    એના એક એક બોલમાં ભીંજાણી
    પ્રિયતમની પ્રીત્યું પિછાણી
    સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી….
    સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુ ને દઈદે દરિયો…

Leave a Reply to Rekha shukla(Chicago) Cancel reply

Your email address will not be published. Required fields are marked *