મારા ‘હું’ ની બહાર – યોસેફ મેક્વાન

560092431_a956b6991b_m.jpg

મારા હું ની બહાર ગયો જ્યાં લગાર,
મીઠું અદીઠું અચરજ દીઠું
ચારે કોર છે મારો વિસ્તાર !

મારા ‘હું’ ની બહાર ગયો જ્યાં લગાર,
જંગલ -જંગલ ફૂલપાનમાં
વાંચુ આઠ પ્રહરને.
પહાડોની પંક્તિઓ પઢતો,
નદી-નાદને ઝરણે,

દરિયા પર ઊર્મિમય ઊઠતી
માણું ગીતલહરને !
પરી સરીખી હવા વિહરતી હશે શોય આકાર !

શું છલકાયું, શું મલકાયું
ભેલ ભુલાયો જાચું
હુંય મને વળગ્યો ત વળગ્યો
એય એટલું સાચું,
સહુમાં સળવળ સળવળ થાતા
શૂન્ય શબ્દને વાંચું

પ્રથમ વાર મેં પરખ્યો મારો થયેલ ભાગાકાર ..!

5 replies on “મારા ‘હું’ ની બહાર – યોસેફ મેક્વાન”

  1. shree yosephbhai,
    khubaj sundaravar navar tamne vanchvano lahavo male che.vadhu ne vadhu lakho aevi subheccha.

  2. સરસ રચના…વધુ રચનાઓ હોય તો ગમશે…ઓવરઓલ સુન્દર કલેક્શન

  3. ખૂબ જ સરસ્.. !!
    યોસેફ સર પાસે ગુજરાતી શીખેલા તેનો
    આજે વિશેષ આનંદ, ઉત્કૃષ્ટ, નવતર રચના……!!

  4. સરસ ગીત
    ટહુકા પર રહે તરન્નુમની આશ
    સહેજ જ હુંની બહાર અને
    સહુમાં સળવળ સળવળ થાતા
    શૂન્ય શબ્દને વાંચું—
    તેનો અણસાર…
    પરમ પાસે તેવી યાચના

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *