પર્વતને નામે પથ્થર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

કવિ શ્રી ચિનુ મોદીની એક યાદગાર ગઝલ….


(પર્વતને નામે પથ્થર……..Half Dome – Yosemite National Park, California)

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

(આભાર ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ – સંપાદક : ચિનુ મોદી)

15 replies on “પર્વતને નામે પથ્થર – ચિનુ મોદી ‘ઈર્શાદ’”

  1. ખુબજ સુન્દેર ગઝલ. ગુજરાતી ગઝલમા ચીનુ મોદીએ નવિનતા આણી છે એમ કહેવાય છે તે ક્ઇ અમસ્તુ નહી.

  2. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
    ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી
    ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
    થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
    હમેશ ની જેમ મોદી સાહેબની અર્થસભર રચના.

  3. મારી અને મારા પતિ ની ખુબ ગમતી ગઝલ ,જ્યારે નિશાળમા ભણતા ત્યારે ૧૦મા ધોરણંમા આવતી

Leave a Reply to ketan Parmar Cancel reply

Your email address will not be published. Required fields are marked *