ગુજરાતીમાં પ્રેમ થાય નહીં – તુષાર શુક્લ

આજે પેશ છે કવિ તુષાર શુક્લના કાવ્યસંગ્રહ ‘પૂછીને થાય નહીમ પ્રેમ’ માંથી એક કવિતા……

ગુજરાતીમાં પ્રેમ થાય નહીં
ઇંગ્લિશવાળા ફાવે
મા, મારું મિડિયમ ના બદલાવે ?

જીન્સ, ટી શર્ટ ને ગોગ્સ પહેરી એ
મોઢું જ્યાં મલકાવે
થેંક્યુ-સોરી કહી કહી કોઈ
કેટલું કામ ચલાવે ?
ખમણ ઢોકળાં કામ ન આવે
પિત્ઝા – બર્ગર ભાવે-

હાય-બાયની દુનિયા, અહીંઆ
માવતર મમ્મી-ડેડ
મોટરબાઈક વગરનું યૌવન
અહીંઆ વેરીબેડ
ઢોરની હાફક નવરા બેઠા
રોજ ચૂંઈગ-ગમ ચાવે.

ગામડે, ફૂલ ગમે તે ધરીએ
પ્રેમનો થાય સ્વીકાર
અહીંઆ ફૂલના રંગની સાથે
નીકળે અર્થ હજાર
માણસ તો ઠીક, ફૂલ ગૂંચવે
કઈ રીતે કોઈ ફાવે ?

– તુષાર શુક્લ

17 replies on “ગુજરાતીમાં પ્રેમ થાય નહીં – તુષાર શુક્લ”

  1. ન તું
    ખુશ્બુમાં હો,
    ન તું કલરવ માં હો,
    નહીં કેસુડે
    ચંપે કે શમણામાં હો,
    તોય
    યાદોને ઝબકારે
    આખે આખી રે
    તને માણું,
    એનુંજ નામ
    પ્રેમ
    છે

  2. અન્ગરેગજી કે પછી પશ્ચીમી સન્સ્ક્રુતિની આપણીગુલામી પર કટાક્શ કરતુ સરસ કાવ્ય.

  3. આજની યુવા પેઢી ને બિલ્કુલ અનુરુપ કવિતા છે.લાગે છે;એટલે જ કદાચ તેમના પ્રેમનો રંગ બહુ કાચો હોય છે.

  4. કોઇ કોઇને પૂછીને પ્રેમ હવે કરતુઁ નથી.
    બહેનશ્રી રેખાબહેના સાથે સઁમત છુઁ .
    આભાર સૌનો !

  5. તુષારભાઈ,
    આટલું વિગતવાર લખવા માટે આપને કેટલો બધો અનુભવ લેવો પડ્યો હશે? આમ પણ પ્રેમ કંઈ સહેલો વિષય નથી!!!
    -પી.કે. દાવડા

  6. મિત્રો,એક પ્રેમગિત તમારે નામઃ
    હુ ચાહુ છુ તને, છે એટલુ પુરતુ મને,
    તુ ચાહે છે મને એવુ નથી પુછવુ તને…
    ચાહવાનુ કામ કરે હૈયુ ,એ કહેવાનુ શા માટે હોઠ તણા ભાગે?
    હૈયાની વાત સીધુ હૈયુ જો સાન્ભળે તો
    કેટ કેટલાના ભાગ જાગે ?
    હૈયુ ચાહે છે તને, છે એટલુ પુરતુ મને,
    તુ ચાહે છે મને, એવુ નથી પુછવુ તને. હૈયાની વાત તમે શબ્દોમા મુકો, પણ શબ્દોને હોય મર્યાદા.
    કહેવુ હો કૈ અને સમજાતુ કૈ, ભલે શબ્દો હો સાવ સીધા સાદા,
    મારે ના કહેવુ કૈ તને, છે આટલુ પુરતુ મને, તારે કૈ કહેવુ છે મને? કૈ કહેવુ હોય એમ બને..!

  7. દાદાનેી વાતો કદેી ના ભુલાઈ બાળ ગેીત મને મોકલશો ?

  8. ન થ્યુ , તો કસોજ ફર્ક નથે , હેયા ને બહુ જ સાન્તિ મલ્સે ,,,,,,,,,,,,,પેીસા બચિ ગયા , સમ્જિ ગયા , તુશર્ભૈ …………હેપિ,,,,,,,,વલેન્તિને …….આવે. તો મજા કરિ લેવાનેી , સુ , સમ્જયા…..

  9. અહીંઆ ફૂલના રંગની સાથે
    નીકળે અર્થ હજાર
    માણસ તો ઠીક, ફૂલ ગૂંચવે
    કઈ રીતે કોઈ ફાવે ?
    . . . . . . . વાહ ભૈ વાહ્

  10. વેવલાઇન્ટાઇન ડે…!!!!

    આજ બધું લાગે છે વૃંદાવન વૃંદાવન, આજ બધાં રાધા ને શ્યામ
    મોર પિચ્છ હાથોમાં લઈ લઈને ઘૂમતા’તાં લાગણીને દેવા સૌ નામ
    પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ….!!
    ભોર પડે ઊષા, ભર બપ્પોરે જ્યોતિ ને સાંજ પડે સંધ્યાને સંગ
    એક પછી એક જાણે પીતા હો મૈખાને દોસ્તીનું નામ લઈ જામ
    પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ….!!
    નાગ સમા ગુંચળાઓ કાંડે બાંધીને ફરે, છોકરીઓ થઈને બિંદાસ
    કેમ જાણે શબરીઓ ચાખીને બોર કહે ક્યારે આવો છો તમે રામ ?
    પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ….!!
    એક દિવસ ભૂખ્યાનો, એકાદો ઘરડાનો, એક દિવસ માંદાનો રાખ
    કો’ક દિ’ તું માવતરને દેજે તો ક્યાંક તારા જીવતરમાં રીઝે ઘનશ્યામ
    પ્રેમ કરવો તો કરવો રે આમ…
    પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ…….!!!!

  11. શ્રી તુષારભાઈ ને સાંભળ્યા જ કરીએ તો ..ફરિ ને ફરિ એટલી જ મજા આવે.
    ગામડે, ફૂલ ગમે તે ધરીએ
    પ્રેમનો થાય સ્વીકાર
    અહીંઆ ફૂલના રંગની સાથે
    નીકળે અર્થ હજાર
    માણસ તો ઠીક, ફૂલ ગૂંચવે
    કઈ રીતે કોઈ ફાવે ?…હવે તો ભાઈ આખો જમાનો જ બદલઈ ગયો છે ને…તમે કહો છો ગુજરાતીમાં પ્રેમ થાય નહીં…અરે ભઈ અહીંયા હાચુકલો પ્રેમ કોણ કોને કરે છે..પૈસા પૈસા જ બધા કરે છે..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *