રહેજો મારી સાથે સાજન – મુકેશ જોશી

સ્વર : રેખા ત્રિવેદી, ઉદય મઝુમદાર
સંગીત : ઉદય મઝુમદાર
કાવ્યસંગીત : ઘેલી વસંત (૨૦૦૬)

રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથે
હોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે.

કૉલ દીધા જીવનના સજની,
મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.
રહેજો મારી સાથે સાજન….

સાજન મારી આભ તમારી આંખોથી છલકાતું,
એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.
ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.
રહેજો મારી સાથે સાજન….

ભૂલ ન નાનું ગામ ને મારા ગામની છે તું રાણી,
વ્હાલ ભરેલો દરિયો એનું માપું હું કેમે પાણી.
જળમાં રમતી માછલીઓ શી આંખની તારી રટના.
રહેજો મારી સાથે સાજન….

પ્રીતની મોસમ તમે કહ્યું તો હૈયે આવી બેઠી,
મારે માટે તડકાની તે આવન-જાવન વેઠી.
આપણી હોડી પાર થવાની, હરીનો હાથ છે માથે.
રહેજો મારી સાથે સાજન….

– મુકેશ જોશી

8 replies on “રહેજો મારી સાથે સાજન – મુકેશ જોશી”

  1. રે ત્રિવેદી અને ઉદય મઝમુદારના સ્વરમા આ ડયુએટ સાન્ભળ્વાની બહુ મઝા આવી.ગુજરાતીમા એક તો યુગ્મગીતો ઓછા તેમા આ એક બેનમુન ગીત.

  2. કૉલ દીધા જીવનના સજની,
    મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.
    રહેજો મારી સાથે સાજન……..અમારી લગ્નતારિ પર ખુબ સુન્દર ગીત મુકવા માટે આપનો આભાર ..!!મજા આવી ગઈ..!!!

  3. પ્રીતની મોસમ તમે કહ્યું તો હૈયે આવી બેઠી,
    મારે માટે તડકાની તે આવન-જાવન વેઠી.
    આપણી હોડી પાર થવાની, હરીનો હાથ છે માથે.
    ખુબ જ સુન્દર રચના!!!!!

  4. લથબથ પલળી જવાય એવું ભીનુ ભીનું ગીત.આભ,મેઘધનુષ,દરિયો,નાનનકડું ગામ,પ્રિતની મોસમ અને હરિ….બધું યે આસપાસ ફરતું કરાવે એવું ભાવભર્યું ચિત્રાત્મક ગીત. ખુબ ખુબ ખુબ ગમ્યુ.

  5. રેખા બેન નો સ્વર નો જાદુ …………….પ્રેીત્નિ …….મૌસમ …………….ઉતમ સબ્દો ……મુકેશ્ભૈ ને ;;;;;;;;;ધન્યવદ …………આભાર ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

Leave a Reply to Vaishali & Kuldip Cancel reply

Your email address will not be published. Required fields are marked *