જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો – રિષભ Group

1200528189_a40a9db429_m.jpg

.

જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાઇ રે…
વાંસળીના સૂર સૂની, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાઇ રે…

ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાઇ રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાઇ રે

મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે

28 replies on “જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો – રિષભ Group”

  1. awsome garbas mesmerising voice no wonder vadodra tari paachal ghelu che fari fari sambhalvanu man thay che latest garbas & songs sambhli shakay evu kaink kar pl website cd whatever ok kem cho badha ? see u in dec we r coming ok all the best keep it up bye .

  2. કેવો સરસ મજાનો સુર, કેવુ સરસ મજાનુ સંગીત,અને એમાય જો કનુડા નુ ગીત હોય તો કહેવાનુજ શુ? કૃષ્ણ્ અટલેજ આનંદ,અને આનંદ મા સુર્,લય અને સંગીત ભળે તો કેવી મજા આવે!

    કૃષ્ણ ના ગીતો સાંભળતા થાક ના લાગે, બસ સાંભળતાજ રહીએ એમ થાય.

  3. પ્રેમિ યુગલ ને દિલ ની આરપાર ઉતરે એવુ ગીત ચે.

  4. Very Nice song and Charismatic voice of Achal Maheta And all credit goes to tahuko.com team & the Great Jayshree – શ્રેષ્ઠ ગીતોનો રસાસ્વાદ કરાવવા બદલ.
    The lyric needs correction like “રેલાય રે”, “ભીંજાય રે” and “મંડાય રે” instead of “રેલાઇ રે”, “ભીંજાઇ રે” and “મંડાઇ રે” respectively. Thanks !

  5. આંખ બંધ કરી ને બેઠો તો લાગ્યું જાણે ગોકુળ માં બેઠો છું….ખુબ જ સરસ ગીત….કાનુડા ની સાથે સાથે tahuko.com ને પણ મારા પ્રણામ…..

  6. મારુ મનગમતુ ગેીત, જે હુ ક્યારેય ના ભુલિ શકુ.

  7. એવેર ગ્રેીન સોન્ગ ને કન્થ્.શઈલિ.મયુસિક્.પહેલિ વખત લખુ ચુ.સોરિ.ફોર સ્પેલ્લિન્ગ્.
    મયુરિ

  8. ગીત વાંચતા વાંચતા વારંવાર સાંભળ્યું!
    થોડી પ્રેકટીસ કરી કુટુંબ મેળામાં ગાઈ શકીશ્

  9. અરે મઝા પડી ગયી. નવરાત્રિ ની યાદ આવી ગયી.

Leave a Reply to mukul vaidya Cancel reply

Your email address will not be published. Required fields are marked *