આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે. (આભાર – લયસ્તરો.કોમ)

સ્વર : હેમા દેસાઇ, આશિત દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

12 replies on “આપણો ઘડીક સંગ – નિરંજન ભગત”

  1. એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી બહુ જ સુંદર રચના

  2. આમ જુવો તો અહિય પન કૈ નથિ, અને આમ જુવો તો ત્ય પન કૈ નથિ, જોઇએ ચ્હે સન્તોશ એ ક્યય નથિ

  3. નિરન્જન ભગત્ની આ પ્રથમ રચનાઓમાની એક છે.બરાબર યાદ હોય તો એ એલફીન્સટ્ન કોલેજમા હતા ત્યારે રચાયેલી.ભારોભાર કાવ્યતત્વથી ભરેી વારન્વાર વાચવાનુ મન થાય એવી.

  4. ઘડીક સ્ઁગનો અત્તર ઝબોળ્યો ર્ઁગ.ભાવવિભોર કરી દેતુઁ સુઁદર ગીત અનુપમ સ્વરોની જુગલ્બન્દિ સાથે.

  5. કાળની કેડીએ ઘડીક સંગ…
    નિરંજન ભગત ની સુંદર ભાવપૂર્ણ રચના.
    હેમા દેસાઇ, આશિત દેસાઇ નાં સુંદર કર્ણપ્રિય સ્વર.

Leave a Reply to varsha jani Cancel reply

Your email address will not be published. Required fields are marked *