વાત શું કરે – કૃષ્ણ દવે

નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે –
વાત શું કરે ?
એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ?

પડછાયા ને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો ?
હાંફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમાં હોય છે આખ્ખો વેદ જાણો છો ?
એકલી લૂ ના આમ ફૂંફાડા મારવાથી કાંઇ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઇના લીલા
દિવાડા ઠરે ? વાત શું કરે ?

કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતુ હોય છે શું દાળીઓની રંગીન છટામાં ?
અકળાયેલો આકરો સૂરજ અમથો કદિ ખાબકે લીલીછમ ઘટામાં ?
પાર પેલેથી લ્હેરખી સાથે એ ય નીંરાતે બેસવા આવેલ ટહુકાઓનુ કરવા સ્વાગત કોઇ કદિ કાંઇ
ઝાંઝવા ધરે ? વાત શું કરે ?

તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો
પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો
આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?

– કૃષ્ણ દવે

12 replies on “વાત શું કરે – કૃષ્ણ દવે”

  1. Vaat shu kare chhe? e kavita tame Sahitya Parishad ma ek book vimochan ma recite kari hati tyare j mane khoob gami hati. Pan tyare ek biji pan kavita raju kari hati…ame aam-tem ugvana, koi thi darvana nahi. eva kai shabda hata. Mane website ma e malyu nahi. Toh please mane janavsho k mane e kya mali shake? Athva aa website par add kari shako? Hu aap ni aabhari rahish.

    • એ કવિતાનું નામ છે “આપણે તો આવળને બાવળની જાત”

  2. “નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે –
    વાત શું કરે ?
    એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ?” —–વાહ શુ ખુમારી છે નાનકુડાની?!

    અને છેલ્લે
    “તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો
    પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો
    આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
    સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?”
    સરસ ..સરસ …બહુ સરસ.

  3. હાફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમા આખો વેદ છે જાણો છો? લાજવાબ પન્ક્તિ.

  4. તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ – સરસ શબ્દો

  5. આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
    સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?…….વાહ સરસ..!

Leave a Reply to vimala Cancel reply

Your email address will not be published. Required fields are marked *