વાત શું કરે – કૃષ્ણ દવે

નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે –
વાત શું કરે ?
એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ?

પડછાયા ને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો ?
હાંફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમાં હોય છે આખ્ખો વેદ જાણો છો ?
એકલી લૂ ના આમ ફૂંફાડા મારવાથી કાંઇ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઇના લીલા
દિવાડા ઠરે ? વાત શું કરે ?

કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતુ હોય છે શું દાળીઓની રંગીન છટામાં ?
અકળાયેલો આકરો સૂરજ અમથો કદિ ખાબકે લીલીછમ ઘટામાં ?
પાર પેલેથી લ્હેરખી સાથે એ ય નીંરાતે બેસવા આવેલ ટહુકાઓનુ કરવા સ્વાગત કોઇ કદિ કાંઇ
ઝાંઝવા ધરે ? વાત શું કરે ?

તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો
પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો
આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?

– કૃષ્ણ દવે

11 replies on “વાત શું કરે – કૃષ્ણ દવે”

  1. આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
    સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?…….વાહ સરસ..!

  2. Anilbhai Patel says:

    Vaah kya baat hai..
    savar sudhri gai krisnabhai ni kavita thi
    devesh.dave

  3. shailesh jani says:

    તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ – સરસ શબ્દો

  4. shailesh jani says:

    તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ

  5. ભૌ સર્સ વાતો , સરસ મજનિ રજુવાત …………………આભાર …………….કવિ ને ધન્યવાદ

  6. Ravindra Sankalia. says:

    હાફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમા આખો વેદ છે જાણો છો? લાજવાબ પન્ક્તિ.

  7. MAHESH DALAL says:

    બહુ સરસ રચના //

  8. .લુ ના ફુફડાથિ કોઇના લિલુડા દિવડા ના થરે……સુન્દર કલ્પના

  9. vimala says:

    “નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે –
    વાત શું કરે ?
    એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ?” —–વાહ શુ ખુમારી છે નાનકુડાની?!

    અને છેલ્લે
    “તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો
    પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો
    આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
    સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?”
    સરસ ..સરસ …બહુ સરસ.

  10. k says:

    સરસ..!

  11. Vaat shu kare chhe? e kavita tame Sahitya Parishad ma ek book vimochan ma recite kari hati tyare j mane khoob gami hati. Pan tyare ek biji pan kavita raju kari hati…ame aam-tem ugvana, koi thi darvana nahi. eva kai shabda hata. Mane website ma e malyu nahi. Toh please mane janavsho k mane e kya mali shake? Athva aa website par add kari shako? Hu aap ni aabhari rahish.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *