ગઝલ – ખલિલ ધનતેજવી


ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

15 replies on “ગઝલ – ખલિલ ધનતેજવી”

  1. ખલિલભઇ ખુબજ સરસ ગઝલ છે, હુ પણ કયારેક લખુ છુ તો શુ હુ આ ગઝલ ની પ્રેરણા લઈ કોઇ ક્રુતિ બનાવિ શકુ?

  2. સ્થિર જળ સાથે અટ્ક્ચાળા ન કર્,કાકરા નાખી કુડાળા ના કર.

  3. વાત જેને મારી સમજાતી નથી,
    એ બીજુ કોઇ પણ હોય,ગુજરાતી નથી.
    -ખલીલ ધનતેજવી

  4. ખલીલ સાહેબની ગઝલ હોય ને ખુમારી ના હોય એતો બનેજ કેમ?

  5. ધોદે દિવસે તારા દેખાદે
    સુનામિ મા નામિ બનાવે
    એવિ જિન્દગિ નિ કહાનિ ચ્હે

  6. સરસ ગઝલ
    શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
    દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે
    વાહ્

  7. “જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
    મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે”
    વાહ ખલિલભાઈ! બહુ ખુબ કહિ.

  8. ……જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.
    દરેકના જીવનને સ્પર્શતી ગઝલ!

  9. જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
    મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

    – સરસ !

  10. I like this sher:
    જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
    મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે…

Leave a Reply to PARTH BHATT Cancel reply

Your email address will not be published. Required fields are marked *