અભણ અમરેલવીએ કહ્યું – રમેશ પારેખ

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

– રમેશ પારેખ

25 replies on “અભણ અમરેલવીએ કહ્યું – રમેશ પારેખ”

 1. ચિરાયુ says:

  ખુબ સરસ વિચાર અને એટલોજ ભયન્ક કટાક્ષ ….! માનિ ગયા દોસ્ત્..!!

  આ ખબરની સાક્ષીએ
  હું શંકાનો લાભ આપીને
  સર્જકને કહું છું ઈશ્વર.

  સરસ વળાંક…!!

 2. શુ કહીએ…
  જવાબ હજી અમને પણ મળ્યો નથી.
  અભણ લોકોને થાય છે એવા સવાલ ભદ્ર લોકોને
  કેમ નહિં થતા હશે?
  વાસ્તવિકતા વરવી છે.

 3. bharat pandya says:

  આ બંદો તમને ગીતે ગીતે આંચકા આપી જાય..’છ અક્શર”નુ કોઇ પણ પાનુ ખોલો ને વાંચો અને જો તમારા રુવાડા એ રુંવાડાં ઉભા ન થાય તો બોસ સમજી લેજો તમને કવિતા ‘તમારી લેન નથી’

 4. i.j.saiyad says:

  ઈશ્વરને ગધેડીનો કહો કે પરમાત્મા કહો ..શું ફેર પડે છે ? બધો શ્રધાનો ખેલ છે ..સર્જક કહીને ગાળ પાછી લેવાનો પ્રયત્ન કવિ કરે છે ત્યારે ઊંડે ઊંડે ધરબાયેલી શ્રધા, સર્જક કહીને પાપ ધોવાનો પ્રયાસ કરે છે ..આપણે શ્રધાનાં વિજ્ઞાનને સાબિત કરવામાં પૂરા ઉતર્યા નહી .પરિણામે ઈશ્વરનાં વજુદ સામે પ્રશ્નાર્થ કાયમ રહ્યો છે ..માનનારા અને ન માનનારા બન્ને એક બીજાને ગાળો ભાંડતા રહ્યા છે ..

  આઈ.જે.સૈયદ

 5. માનવમનમા હરદમ ચોળાતી અને અન્ધશ્રધ્ધા ના બળે જાહેર ન થતી, જૈવીક વાસ્તવિક ઘટનાઓ ! !
  જેને કાવ્યના રુપે વાચા આપતી, અનોખી સરસ રજુઆત !
  બીજી આવી રચનઓની અપેક્ષા સહીત.

 6. શ્રી કૃશ્ણ દવેની એક આવી જ રચના ” મદિરના ઈશ્વરને ” યાદ આવી ગઇ.
  મદિર ભીતર છપ્પન છપ્પ્ન ભોગ લગાવી.
  ઓ પથ્થરનો ઈશ્વર, તુ શાના જલસા મારે?
  ને મદિરની બહાર ભભુક્યા કરતી.
  આ જઠરોની જ્વાળા.
  કોઇ ના ઠારે ? કોઇ ના ઠારે?
  …………

 7. ખુબ સરસ વિચાર અને એટલોજ ભયન્કર કટાક્ષ ….! મન ને મનાવી લેતા જ રેહવાનું ને.!!
  ગમે કે ન ગમે બાજી એના હાથમાં જ રહી છે..કઠપુતલી ની જેમ નાચતા જ રેહવાનું..!!
  આ ખબરની સાક્ષીએ
  હું શંકાનો લાભ આપીને
  સર્જકને કહું છું ઈશ્વર.
  સરસ વળાંક…!! પણ શ્રધ્ધા નો હોય વિષય તો પુરાવાની શી જરુર..!!ને વાસ્તવિકતા કઠિન છે.

 8. Viththal Talati says:

  ઈશ્વર! સાચે જ તું અગર નામ વગરનો અનામ હોતે,
  તો આ ધારા પર વેર ન હોત, ન કદી આતંક હોતે.
  ધરમકરમ નહિ, દાર્શનિકની સમજના થોડાક શબ્દ હોતે.
  તો ના અહીં બંધન હોતે, ઉડવાને વિશાલ ગગન હોતે.
  Why not you please, make here space for Shreedhrani;s “Poojari tu paachho ja!”

 9. bhanu chhaya says:

  ભનેલા કર્તા આવા અભન સારા

 10. Ramesh Parikh means golden beauty*

 11. Pushpendraray Mehta says:

  ઇશ્વર ને માટે આમ હલ્કા શબ્દ વાપરનાર ને કવી કહેવો યોગ્ય લાગતુ નથી..ઇશ્વર ને ગાળ આપી ને તે પોતનેજ ગાળ આપતો લાગે …
  ગુજરતી સાહિત્ય મા આટલા હલ્કા શબ્દો ઇશ્વર માટે વાપરે તેને આટલુ મહત્વ કેમ આપો ????ટહુકા માટે દિલગીરી વ્યક્ત કરુ એજ્….

 12. vimala says:

  આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
  કહીને પછી આમ કહે કેઃ
  પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
  અને માતા
  આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
  તેની મને ખબર છે…….
  એતો ગજબની શ્રધા જ ને?

 13. Pushpendraray Mehta says:

  Tahuko Team/Jayshribahen,
  Sorry to read this article( I can not say this Poem/Kaavya.Please do not publish such non-sense thing in our so nicely cultured website.We have to save Gujarati and Gujarati culture; and such abusive language is not for that.To believe or not in God is one’s own jurisdiction, but use abusive language for our Creater can not be talarated for a nice website promoting Gujarati Saahitya.

 14. મિત્રો , આ મહિ , મારા દિન દાય્લુ નો વસ નથિ , કવિ દુલા કાગ આવિ વતો જ કરિ હતિ ને …………….રમેશ પારેખ ને સલામ ,

 15. manvantpatel says:

  ઈશ્વરને આપેલી ગાળ ઉચિત નથી.
  ભૂખ્યાઁ જનોનો જઠરાગ્નિ જાગશે…
  ખઁડેરની ભસ્મકણી ન લાધશે…આ
  સાથે ઉમાશઁકર યાદ આવ્યા..આભાર.

 16. Anil Patel - Mumbai says:

  ઈશ્વર અને તેમની લીલાઓ કવિઓ કે તેમની કલ્પનાઓ થી પર ના પામી શકાય તેટલી અદભૂત છે. ઈશ્વર ને માટે એલફેલ લખી ને નર્યું અજ્ઞાન, દંભ અને અહંકાર પ્રદર્શિત કરે છે. જીવન ની અનેક વાસ્તવિકતાઓ અને તેની વિપરીતતા નો પર પામવાનું માનવ બુદ્ધિનું ગજું નથી. આ કવિ પણ ઈશ્વર નું અદભૂત સર્જન છે જે સર્જનહાર ને જ ભાંડે છે.

 17. Ravindra Sankalia. says:

  આ કવિતામા બહુ આક્રોશ ભર્યો છે, જે સર્વથા ઉચિત છે.

 18. જો કોઇ સસારી પિતા એના ગાડા કે ડાહ્યા સન્તાનોનુ યથા ભરણપોશણ કરવામા પાછો પડે તો તેની શી હાલત થાય ?
  જ્યારે અહી તો આ કહેવાતો વિશ્વપિતા,સર્વશકિતમાન,સદા હિતકારી; મોટા જીવોને નાના જીવોના ભોગે જ જીવાડે!!
  આટલી નીમ્ન-ઘટીયા વ્યવસ્થા કરનારને ગધેડીનો કહેવામા, મને તો ગધેડીનુ અપમાન લાગે છે.

 19. Viththal Talati says:

  Dosto, satythi atla badha sha mate bhago chho? What kind of culture are you talking? Every decade we see avtaran of new Mtataji. Avatar of more and more priest. Now god also scares to take avtar on earth due to thousands of good and bad priest. We build more and more temples and also we enjoy every occasion with the cheer of liquor; that is culture? Every day poor girls raped on the street that is culture? Months or two we here news of raslila in temple that is culture? We pour billion of money in temple. And people die due to proper medical care. Our children have not good education due to lack of colleges. Every summer priest visits western countries for their religious share. And those all are educated people who honor them. Mater of fact aapne ….Ishwarne hardaymathi oothavi tangi didho chhe diwal par
  layo chalo have na rahyo kashoy pap ane punyno dar

 20. ઇશ્વર નુ અસ્તીત્વ તો છે પણ તેનો સાક્ષાત્કાર થતો નથી. ઇશ્વર, પ્રભુ, પરમાત્મા, વીગેરે આપણે આપેલ નામ છે. જે વ્યક્તિ આપણી સમક્ષ નથી,જેનુ ઠામ
  ઠેકાણુ કે સરનામુ નથી તેવી કાલ્પનીક વ્યક્તી નું કવિ ઘસાતુ બોલ્યા છે. પરંતુ તેઓ કોઇ અગોચર શક્તિ નો સ્વીકાર તો કવી પોતાની સમક્ષ જોઇ અનુભવી
  શક્યા છે તે ફૂલ, માતા,બાળક, દિવસ,જન્મ,મરણ,સૌંદર્ય,વિગેરે નો અનુભવ કવી રોજ તેમના જીવન માં કરે છે તેથી તેઓ એટલી જ સરળતા થી ઇશ્વર હોવાનો સ્વીકાર પણ કરે છે. આ ઉપર થી કવીની શ્રધ્ધા નો પરિચય પણ થાય છે.

 21. Suresh Vyas says:

  ગાય ને માટે ગિતા તો માત્ર કાગળ છે.
  પણ ભગવાને મનુશ્ય દેહ આપ્યો ને છતા ભગવાનને ના સમજિ શકે અને ભગવાન ને ગધેડિનો કહે તો કોણ ગધેડિનો છે તે સમજિ શકાય છે. પશુને ગુરુ હોતા નથિ, પણ માણસ ગુરુ પાસેથિ પણ ગિતા કે ભગવનને સમજિ શકે છે. પ્રયત્ન કરવો પડે.
  કર્મ ના ફ્ળ સૌ ને ભોગવવા પડે છે. ભગવાનને કર્મ બન્ધન નથિ. ને ભગવાનને કોઈ નિ બિક નથિ. પોતાનિ ખામિઓનો દોશ ભગવાન ને દેવો તેમા ડહાપણ નથી.

  સત્ય કડ્વુ હોય ક્યારેક.
  કોઇ કૈક સમ્જે તો સારુ.

  જય શ્રિ ક્રિશ્ણ !
  skanda987@gmail.com

 22. M.D.Gandhi, U.S.A. says:

  હીન્દુ ધર્મમાં ઈશ્વરની નીંદા કરવાની એક ફેશન છે, ઇસ્લામ ધર્મની નીંદા કોઈ હિંદુ કે મુસ્લીમ કે ખ્રીસ્તી કરી શકે? આવા શબ્દો મોહમ્મદ પયગંબર માટે વાપરી શકો?

  આવા ગીતો કે કાવ્ય ના આપો તો સારું. આનાથી સમાજનું કાંઈ ભલું નથી થતું. કચરો આપણે ઘરમાં રાખતાં નથી, વાળીને ઘરની બહાર કચરાગાડીમાં ફેંકી દઈએ છીએ. બાજુવાળાને ત્યાં નાંખવું પણ સારું નથી ગણાતું, તો પછી જયશ્રીબેન, તમારે પણ આવા કાવ્યો ના છાપવા જોઈએ. ઈશ્વરની સ્તુતી કરતાં સારા કાવ્યોની ક્યાં તાણ છે?

 23. હસમુખ ચાંગડીયા says:

  કવિ ક્યારેય દંભી પંડિતાઇ ઓઢીને ના જીવતો હોય પણ જીવનની વાસ્તવિકતાના આંગણાંમાં દરેકની નિકટ બેસીને પીડાના ઘૂંટડા પીતો હોય છે અને આવી પીડાના પરિપાક રૂપે આવી રચના અવતરિત થતી હોય છે. કવિતાનું શિર્ષક ‘અભણ અમરવેલીએ કહ્યું’ ઘણું બધુ સુચક છે. કવિએ એક અભણ પીડિત કાવ્યનાયિકાના હૃદયની પીડાની શાહીમાં કલમ જબોળી શબ્દો પાડ્યા છે.
  દંભ અને પંડિતાઇના ચશ્માથી જોવાથી કવિતાનું હાર્દ અને કવિને સમજવામાં કદાચ આપણે ઊંણાં ઊતરીએ તેવું બને.
  ર.પા.ની રચના માણવા માટે સરળ અને સહજ હૃદય હોવું આવશ્યક છે.
  ટહુકા ટીમને અભિનંદન એક સરસ રચના દેવા માટે.

 24. Pushpakant Talati says:

  શાબાશ શ્રી હસમુખભાઇ ચાંગડીયા ને.
  હવે આ ખોટી હુઁસાતુઁસી છોડો.

  પણ જો કે અનિલભાઈ પટેલે આપેલ કોમેન્ટ વિચાર તો માન્ગે જ છે. તેઓ એ લખ્યુછે કે “ઈશ્વર અને તેમની લીલાઓ કવિઓ કે તેમની કલ્પનાઓ થી પાર ન પામી શકાય તેટલી અદભૂત છે. ઈશ્વર ને માટે એલફેલ લખી ને નર્યું અજ્ઞાન, દંભ અને અહંકાર પ્રદર્શિત કરે છે. જીવન ની અનેક વાસ્તવિકતાઓ અને તેની વિપરીતતા નો પાર પામવાનું માનવ બુદ્ધિનું ગજું નથી.” – માટે આ ચર્ચા ને હવે વિરામ આપો. પણ હા કવિ પણ ઈશ્વર નું અદભૂત સર્જન છે જે સર્જનહાર ને જ ભાંડે છે તે અયોગ્ય જ તો છે. જો કે આતો તુન્ડમ તુન્ડમ મતી ભિન્નમ જેવુઁ છે.

 25. Bhadresh Joshi says:

  R P crossed all limits.

  PLEASE ENSURE NO ONE CAN READ THIS ITEM (?) HERE.

  Any person, other than Hindu would not write such words to address the Almighty.

  Democracy in Hinduism – If God is so, how are U and me and all?

  Had R P been of any religion, other than Hindu, – he would wish not , RATHAR dare Not use such words.

  I wrote such things for Anil Joshi when he wrote wrong things for Sitaji and combining Tulsi and Liquor or similar thins.

  E V E R Y B O D Y, J O I N this.

  I like:

  i.j.saiyad says:
  January 12, 2012 at 8:23 pm
  ઈશ્વરને ગધેડીનો કહો કે પરમાત્મા કહો ..શું ફેર પડે છે ? બધો શ્રધાનો ખેલ છે ..સર્જક કહીને ગાળ પાછી લેવાનો પ્રયત્ન કવિ કરે છે ત્યારે ઊંડે ઊંડે ધરબાયેલી શ્રધા, સર્જક કહીને પાપ ધોવાનો પ્રયાસ કરે છે .

  R E M O V E this.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *