પ્રહલાદ પારેખ પર્વ ૭ : હાલો મારા ગાનને મારગ

સ્વર – સમુહ ગાન

હાલો મારા ગાનને મારગ !હાલો રે !
ગાનના નારગ મારા જાય ગગનમા,

જાયે ધરામા, એ તો જાયે પવનમા
જાયે એ માનવ કેરા મનમા , હાલો રે !
–હાલો મારા

મારગડા એ નથી સુંવાળા,
જો જો નથી એ રુપાળાં રે
ખેતર કેરા ઢેફાં ભરિયાઃ
એ તો ધુળવાળા રે, હાલો રે!
— હાલો મારા—-

ગાનને મારગ મારા, ખીણનાં આવી આવી
ઘેરાશે ઘોર અંધારા રે;
એ રે મારગને આવરી લેશે
કાળાં ધુમાદા રે, હાલો રે !
— હાલો મારા –

એ રે મારગમાં સંકટ સાથી થાશે,

દેખાશે મોત મુખ કાળાં રે;
એજ મારગમા આવીને મળશે
નવાં નવાં અજવાળાં રે, હાલ્પ રે !
—- હાલો મારા

9 replies on “પ્રહલાદ પારેખ પર્વ ૭ : હાલો મારા ગાનને મારગ”

  1. ગઈ કાલે જ આ સીડી હાથમાં આવી… બે દિવસથી આ જ સાંભળી રહ્યો છું… ખરેખર સહુ ભાવકમિત્રોએ આ સીડી મંગાવવા જેવી છે…

  2. વ્રુન્દ્ગાન તરીકે ગવાયેલુ આ કાવ્ય લાજવાબ છે.છેલ્લી કડી તો ખુબજ સરસ છે.સ્વ્રરાકન કોનુ છે?

  3. હાલો મારા ગાનને મારગ !હાલો રે !
    ગાનના મારગ મારા જાય ગગનમા,…
    એજ મારગમા આવીને મળશે
    નવાં નવાં અજવાળાં રે, હાલ્પ રે ..
    સરસ રચના…!!!

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *