મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ

તુષાર શુક્લ – એક એવા કવિ અને વક્તા, કે એ સામે હોય તો બસ સાંભળ્યા જ કરીયે… હસ્તાક્ષરની આખી સિરિઝમાંથી સૌથી પહેલું ખરીદેલું અને સૌથી વઘુ સાંભળેલુ કલેકશન એ તુષાર શુક્લના ગીતોનું !

દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ, પૂછીને થાય નહીં પ્રેમ..!!

કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી કોઇક જ એવું હશે કે જેણે એ કેસેટ પાછી શેલ્ફ પર મુકી દીધી હોય..

‘તુષાર શુક્લ’ની આ કલેકશન જો હાથમાં આવે તો છોડતા નહીં, હોં ને.. 🙂

1) પૂછીને થાય નહીં પ્રેમ (નવભારત)
2) મારો વરસાદ (નવભારત)
3) આ ઉદાસી સાંજની (નવભારત)
4) અક્ષ -a compilation of self composed garba(નવભારત)
5)તારી હથેળીને (વિશાલ પબ્લિકેશન, મુંબઇ)
6)evening-coffee table book(35mm-sanjay vaidya)

અમારે કેલિફોર્નિયામાં આજકલ વરસાદની મૌસમ છે.. તો તુષાર શુક્લનું આ વરસાદી ગીત એ જ ખુશીમાં –

અને આ જ વરસાદી મૌસમ વિષે એમનો આ શેર પણ ગમી જાય એવો છે :

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

356561454_25f2d26dfa_m

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

સ્વર: ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકન: આલાપ દેસાઈ
આલબમ :સુરવર્ષા

.

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ
એના શ્વાસોમાં વાગે શરણાઇ
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા
લાગે કે નખશિખ ભીંજાઇ

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ

ગમે એના વિના ના લગાર
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

23 replies on “મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ”

  1. ભાવ વિભોર કરી દેતું સંગીતમય ગીત……વરસે ત્યારે અનરાધાર….

  2. ભાવિર્મિઓને ખળભળાવી મૂકે તેવુઁ અને
    ગાર્ગીબહેનના સુમધુર કઁઠે ગવાયેલુઁ આ
    ગેીત કોને ના ગમે ?..આભાર !

  3. ભાવોર્મિઓને ખળભળાવી મૂકે તેવુઁ અને
    ગાર્ગીબહેનના સુન્દર કઁઠે ગવાયેલુઁ આવુઁ
    સુમધુર ગીત કોને ના ગમે ?આભાર !

  4. …આષાઢી અણસારો ઓળખતા આવડે તો
    ચોમાસુ છલકે ચોપાસ…

    It’s rainy morning here…cloudy…like on beautifl moutain somewhere..વસંત ની રાહ મા વરસાદી મૌસમ…

  5. ઉપરથી લાગે છે કોરોધાકોર
    એની ભીતર ઘેરાતું આકાશ
    આષાઢી અણસારો ઓળખતા આવડે તો
    ચોમાસુ છલકે ચોપાસ……

    mindblowing line…

  6. આજકાલ મારા શહેરમા વરસાદની મૌસ છે ત્યારે આ ગીત યોગ્ય છે…

    વરસાદની મૌસમ એટલે રાહ જોવાની અને સાદ દેવાની મૌસમ…

    વરસે છે વાદળોથી જે એ તારુ વ્હાલ છે,

    નખશિખ ભીંજાય છે જે એ હૈયાનુ ગામ છે….

  7. મારો પીયુજી હૈયાનો હાર,
    એને વરસંતા લાગે છો વાર…
    પણ, વરસે ત્યારે અનરાધાર… !
    હુહૂ રાહ જોઇશ …

  8. excellent song lyrics,excellent composition and more important excellent voice. thanks Gargi to enrich our gujarati music!

  9. ગમે એના વિના ના લગાર
    એને વરસંતા લાગે છો વાર…
    પણ, વરસે ત્યારે અનરાધાર… !

    ————

    ઍકદમ ઉત્તમ ગીત છે…

  10. hiii…. I like this song very much..I want to download this song….so can you tell me how can I download it??plz

  11. અદભૂત ગીત!!!!!!!આલ્હાદ્ક!!!! આવા ગીતો મેળવવાની ઘણી ઇચ્છા છે.

  12. jayshreedidi,
    I like this song very much but I don’t know how to download it. તમે મને કહોને કે કેવિ રિતે આ ગેીત કરવાનુ?
    અને તમાર કારને જ અમે સારા સોન્ગ્સ સામ્ભલિ શકિએ ચિએ તેથિ ખુબ ખુબ આભાર….

  13. અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો…
    ઘણા સમય પછી ગુજરાતી ગીતો મન ભરી ને માણ્યા…

  14. દરેક ગીત સાથે એની સીડી કે કેસેટ નુ નામ લખી શકાય? તો ખરીદ વામા મા અનુકુલતા રે.

  15. very nice song….
    and nice imagination….
    now i will remind this song when will monsoon come here in LA….
    really appriciable voice and poem and also music…..!!!
    keep uploading such gujju. songs…
    proud to be gujju…..!!!

  16. સુંદર ગીત અને સ્વર પણ મંજૂલ
    પ્રથમ કહે છે વરસંતા લાગે છે વાર
    પછી કહે છે વરસંતા લાગે છો વાર
    આ છે અને છો શબ્દનો વપરાશ અતિ બુધ્ધિ પુર્વક કરાયો છે.

  17. પ્રેમ છિપાયા ના છિપે….જા ઘટ પરઘટ હોયઃ
    જો મુખ પે બોલે નહીઁ…….નૈન દેત હૈઁ રોય !

  18. આજે એટલાન્ટામાં વરસાદ અને વાદળો

    મળવા આવ્યા છે ત્યારે આ ગીત

    ગુંજ્યા જ કરે એમ થાય છે

    ટહૂક્યા કરે એમ થાય છે…

Leave a Reply to Hiren Gadhavi Cancel reply

Your email address will not be published. Required fields are marked *