કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું – રમણીક સોમેશ્વર

કારણ મારી ભીતર છે, ને હું કારણ શોધં છું.
ક્યાં શોધું છું ઉપચારો, હું હૈયાધારણ શોધું છું

ટેબલ ઉપર પુસ્તક માફક આમ હથેળી ફેલાવી
વિખરાયેલા પૃષ્ઠોમાંથી મારું પ્રકરણ શોધું છું

મારી આગળ-પાછળ મબલખ સંવેદન ઘેરાયાં છે
ભીતરના સંવેદન સાથે મારું સગપણ શોધું છું

વિરાટના ઝૂલે ઝૂલું એવો હળવો થઇ જાવાને
હું મારા અસ્તિત્વ વિશે કેવળ રજકણ શોધું છું

જ્યારે જ્યારે ભીંજાવાને મન આ તલપાપડ થાતું
કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું

6 replies on “કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું – રમણીક સોમેશ્વર”

  1. સરસ સમ્વેદના
    જયારે જ્યારે ફઉવારો મા નઅહ્યા
    ત્યારે મા તઅરો સથવારો યાદ્દ આવયો

  2. જયશ્રીબેન,
    કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું – રમણીક સોમેશ્વર
    By Jayshree, on February 25th, 2008 in ગઝલ , રમણીક સોમેશ્વર |
    સુદર કાવ્ય રચના. H वो कागझकी कश्ती, वो बारिशका पानी જગજીત સીંગે ગાયેલું ગીતની યાદ અપાવી દીઘું
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  3. જ્યારે જ્યારે ભીંજાવાને મન આ તલપાપડ થાતું
    કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું

  4. i know this is inappropiate to leave this comment
    but there is a bit of a prob.
    i hv noticed tht all the songs are playin in half only
    plz do somethin abt this

  5. ટેબલ ઉપર પુસ્તક માફક આમ હથેળી ફેલાવી
    વિખરાયેલા પૃષ્ઠોમાંથી મારું પ્રકરણ શોધું છું

    – જાનદાર શેર…

Leave a Reply to Ankit Cancel reply

Your email address will not be published. Required fields are marked *