‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં…. – જવાહર બક્ષી

sandhya.jpg

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે

આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે

હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે

અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે

અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

9 replies on “‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં…. – જવાહર બક્ષી”

  1. ગહન અર્થ ગામ્ભેીર્ય ,અદભુત શેર્,કવિ જવાહર બક્ષિ નેી દરેક ગઝલ જેવિ જ સુન્દર ગઝલ્…..

  2. હુઁ ચાલતો રહ્યો ચ્હુ અને ચાલ્યો જાઉ ચ્હુ
    જીવી જીવીને જાણે સમય થઈ જવાય ચ્હે.કેટલુઁ નરદમ સત્ય્.ઘટમાળ બની જતી જિઁદગી સમયનુ ચોસલુ બની વરસોની ઈમારત થઈ જાય ચ્હે…..સુન્દર શેર.

  3. જવાહર ભાઈ વિશે કશુ લખવુ તે રજ થયિ સુરજ વિશે લખ્વા જેવુ કહેવાય , તેમનિ ગઝલ ના કાફિયા માત્ર પિળા પ્રાસ ના પગપેસારા નાથિ હોતા અને તે આ ગઝલ મા દેખાઈ આવે

  4. આકાશના એ રંગ તને યાદ તો હશે
    રંગીન એટલું જ એ તારા વિનાય છે

    અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
    ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

    – મજાના શેર… છેલ્લો શેર તો અદભુત થયો છે… વાહ, કવિ!

  5. સરસ્.. અતિ ઉત્તમ્ મેદમ..કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે..
    ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે …
    Chetan (DD)

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *