મોરપિચ્છ મોકલજો – હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.

ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.

ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.

– હરીન્દ્ર દવે

7 replies on “મોરપિચ્છ મોકલજો – હરીન્દ્ર દવે”

  1. ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
    બીજી કોઇ ન કરું આશ.

    સરસ!! ક્રુષ્ણ વિરહમા ઝુરતી ગોપીઓની લાગણીનુ સુંદર આલેખન..

  2. ગીત સરસ હે પણ ગુંજન ક્યાં?હોય તો મુકશો
    સાંભળી શકાય.

  3. ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
    બીજી કોઇ ન કરું આશ.
    કૃષ્ણના વિરહ મા કૃષ્ણ પ્રેમ દર્શાવ્તુ સુન્દર ગોપેી ગેીત્.

Leave a Reply to Gajendra.Choksi Cancel reply

Your email address will not be published. Required fields are marked *