સજનવા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

walk-alone-3.jpg

કેટલી ને ક્યાં લગી કરવી હજુ અટકળ સજનવા.
કાં હવે આવો કાં તેડાવો લખી કાગળ સજનવા.

આંખની સામે જ સઘળે ચીતર્યા હરપળ સજનવા.
કેટલા ભરચક ભરેલા હોય છે હર સ્થળ સજનવા.

‘આવજો’ કીધા પછી વળતી નથી જે કળ સજનવા,
એ જ બસ ખુટવાડતી ચાલી હવે અંજળ સજનવા.

આંખ જ્યાં મીંચાય ત્યાં ઝબકીને પાછું જાગવાનું.
એમ કૈં ખખડ્યાં કરે છે દ્વાર ને સાંકળ સજનવા.

આ અહીંની જેમ ત્યાં પણ કૈંક તો થાતું હશે ને?
પૂર છે ઊમટ્યાં રગેરગમાં હવે ખળખળ સજનવા.

એ જ આશાએ હવે આ સાવ સૂનો પંથ કાપું,
રાહ જોતા ક્યાંક બસ ઊભા હશો આગળ સજનવા.

4 replies on “સજનવા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. આ અહીંની જેમ ત્યાં પણ કૈંક તો થાતું હશે ને?
    પૂર છે ઊમટ્યાં રગેરગમાં હવે ખળખળ સજનવા.

    No Words to Appreciate.

  2. એ જ આશાએ હવે આ સાવ સૂનો પંથ કાપું,
    રાહ જોતા ક્યાંક બસ ઊભા હશો આગળ સજનવા.

    આનંદ આનંદ

  3. આંખ જ્યાં મીંચાય ત્યાં ઝબકીને પાછું જાગવાનું.
    એમ કૈં ખખડ્યાં કરે છે દ્વાર ને સાંકળ સજનવા.

    -સુંદર શેર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *