સાહેબા ! શી રીતે સંતાડું તને – ખલીલ ધનતેજવી

આજની આ ગઝલ – આખેઆખી ઊર્મિની ગાગરમાંથી .. 🙂

wlart0004z-sml
(મૌનની મસ્તીથી રંજાડું તને…  ફોટો: વેબ પરથી)

લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !

– ખલીલ ધનતેજવી

 

28 replies on “સાહેબા ! શી રીતે સંતાડું તને – ખલીલ ધનતેજવી”

 1. hemant joshi says:

  ખુબ સુન્દર ગઝલ.
  પ્રણય મા મસ્તી અને લાગણી નો સુન્દર સમન્વય.
  ગઝલ નો સૌથી અસરકારક શેર “ઘર સુધી તું આવવાની જીદ ન કર,
  ઘર નથી, નહિતર હું ના પાડું તને !
  જો આ ગઝલ નુ પથન શ્રી તુશાર શુકલ અથવા શ્રી અન્કીત ત્રિવેદી પાસે કરાવી મૂકી શકાય તો ઝલસો પડી જાય.
  thanks for posting this.

 2. dr jyoti hathi says:

  ohhhh….that’s great…just speechless ! બહુ જ સુઁદર રચના સ્પર્શેી જાય તેવેી…

 3. Gulabben H. Bhakta says:

  ઘર સુધી તું આવવાની જીદ ન કર,
  ઘર નથી, નહિતર હું ના પાડું તને !
  આમા પ્રશન્ચિન્હ યોગ્ય નથી લાગતુ ?.
  સુંદર ગઝલ.

 4. asha says:

  …કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
  મૌનની મસ્તીથી રંજાડું તને.

  તું નહિ સમજી શકે તારી મહેક,
  લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને…

  awesome!!!

 5. KLpana says:

  સુન્દર ગઝલ. ંમૌનની મસ્તીથી રંજાડુ તને વાહ્

 6. સરસ રચના.
  પ્રણયભીની.

 7. k says:

  બહુ જ સરસ રચના
  ફોટો પણ એકદમ Appropriate.( જોકે એ લખવાની જરૂર….Always !!!)

 8. suresh T says:

  સુંદર ગઝલ!!!!!!!!!!!!!!!

 9. manvantpatel says:

  મારા મોસાળના ભાઇ વાહ !

 10. આજ વાતો ખલિલ ભૈ , બહુજ સરસ , અભિનદન્દન , ને , ધન્યવદ્…………..

 11. Tu bhale dilma rahe k aankhoma. Kyay pan nicho nahi Padu tane !!!!! Khoob saras rachana

 12. navin says:

  Maun ni mastini vat gami gai.

 13. Kanan Raval says:

  Wow Its wonderful

 14. આ સંતાડવાની રીત,તારી સારી નથી સાહ્યબા,
  ટકી ટકીને જોયા કરવાની રીત સારી નથી સાહ્યબા,
  લાગણીઓને સંતાડવાની રીત સારી નથી સાહ્યબા,
  ઘવાઇ લાગણીયો મારી,પરાઇ બની ગઇ સાહ્યબા
  તારામાં ચાંદને અને ચાંદમાં જોયો છે તને,
  આયનાને શુ કરુ ચાંદની પરાઇ થઇ ગઇ સાહ્યબા,
  સામે બેસાડી મને લખવીતી ગઝલ સાહ્યબા,
  સન્ત,ગઝલ ગઝલ ન રહી સ્વપ્ન બની ગઇ સાહ્યબા.

 15. લે, આ મારી જાત ઓઢાડું તને,
  સાહેબા ! શી રીતે સંતાડું તને….
  યાદ આવે છે આ ગીત….
  દિલ દિવાના બિન સજના કે માંગે ના…
  યે પગલા હૈ સમજાને સે સમજે ના..

  દુનિયા માંગે અપની મુરાદે મૈં તો માંગુ સાજન
  રહે સલામત મેરા સજના ઔર સજના કા આંગન
  ઉસકે સિવા ભિ રબ કે કુછ ભિ માંગે ના …

  દિલ યે ચાહે બનાકે આંચલ તનપે લપેટુ તુજકો..હો..!!!

 16. M.D.Gandhi, U.S.A. says:

  બહુ સુંદર પ્રેમભરી રોમેન્ટીક અને મસ્તીભરી ગઝલ છે. ઘડી ઘડી વાંચવાનું અને ગણગણવાનું મન થાય તેવી સુંદર! ઘણા વખતે આવી સારી ગઝલ મળી.

 17. NILESH J. TRIVEDI says:

  છેલિ બે કડી – સરસ મજાના ભોજનમાં કાંકરી આવી હોય તેવું લાગ્યું.

 18. dipti says:

  સરસ પ્રણયભીની રચના.

  તું ભલે દિલમાં રહે કે આંખમાં,
  ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

  કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
  મૌનની મસ્તીથી રંજાડું તને….

  awesome!!!

 19. samir pandit says:

  AWESOME””,,,,

 20. mahendra pandav says:

  Wow Its wonderful….!!!!

 21. chandrakant Lodhavia says:

  સાહેબા ! શી રીતે સંતાડું તને – ખલીલ ધનતેજવી
  By Jayshree, on December 10th, 2011 in ખલિલ ધનતેજવી , ગઝલ. સુંદર વિરહની વેદના વ્યક્ત કરતી ગઝલ. ખૂબ ગમી.

  “વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા,
  આંસુ ઓને પક્વવા ના નીભાડા નથી હોતા,

  આ દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા,
  કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા”

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 22. Alkesh says:

  જસ્ટ… આહ…

 23. mahesh rana vadodara says:

  સરસ ગઝલ મજા આવિ ગઈ

 24. ruchita says:

  સરસ ગઝલ મન મા વસિ જાય એવિ…

 25. ruchita says:

  મારે આ ગઝલ સાભળવિ પડશે..

 26. MEhmood says:

  કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
  મૌનની મસ્તીથી રંજાડું તને.

  તું નહિ સમજી શકે તારી મહેક,
  લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

  પહેલા પવનમાં ક્યારે આટલી મહેક?
  રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે,

  ઘૂંઘટ ખુલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
  જુલ્ફો ઢળી હશે અને પછી રાત થઈ હશે.

 27. ganpat parmar says:

  હુબહુ તારિ જ લખવિ ચે ગઝલ તક મલે તો સામે બેસાડુ તને….સુન્દર ગઝલ

 28. gulamahmed vora says:

  અદભુત ગજલ….સલામ્!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *