તો સાચો કહું -અશરફ ડબાવાલા

 

શબ્દથી જો સાંકળો ખખડાવ તો સાચો કહું,
ને કલમથી બારણાં ખોલાવ તો સાચો કહું.

પાંપણો પર અંધકારે સ્વપ્ન તો લઈ સૌ ફરે;
ક્યાંક ઊંડે જ્યોત તું પ્રકટાવ તો સાચો કહું.

સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.

તું મદારી જેમ ના છેતર ઘડીભર આંખને;
મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.

આ બધા મોઘમ ઈશારા ને વિનવણી વ્યર્થ છે;
તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું.

-અશરફ ડબાવાલા

15 replies on “તો સાચો કહું -અશરફ ડબાવાલા”

  1. તમે મૃતપ્રાય છો એવું ગણીને સ્નેહી ને મિત્રો
    કબર ખોદીને મંડે દાટવા તો ખાવ ખોંખારો.

    =================================
    છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
    એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે ..
    બંને ગઝલ માણવી ખૂબ ગમી .. તમારી લગભગ બધી રચનાઓ આ લોકડાઉન માં વાંચી ખૂબ મજા આવી..

  2. સામે આવી ઊભા સંજોગો નો સાંમનો કરવો એ જ …ઉપાય…-લા’કાન્ત / ૨૫-૫-૧૨

  3. સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
    રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.

    સંસારના રોજ રોજના પડકારોને ઝિલવાની
    શક્તિ.

  4. કવિ શ્રી અશરફભાઈની આગવા અંદાઝમાં વધુ એક ગઝલ માણવી બહુજ ગમી,ખાસ કરીને રદિફ અને એની અનોખી માવજતની આવડત જે એમને પ્રથમથી જ “હસ્તગત” છે – એ આખી ગઝલનું હાર્દ ગણી શકાય એવું છે.-અભિનંદન સર…
    જયશ્રીબેન,
    પ્રસ્તુત ગઝલના બીજા શેરમાં પ્રક્ટાવ ની જ્ગ્યાએ પ્રગ્ટાવ હોવું જોઇએ-મારી દ્રષ્ટીએ-ટાઈપિંગ ઍરર હોઈ શકે !

  5. સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
    રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.
    ખુબ સરસ રચના

  6. પાંપણો પર અંધકારે સ્વપ્ન તો લઈ સૌ ફરે;
    ક્યાંક ઊંડે જ્યોત તું પ્રકટાવ તો સાચો કહું…
    સુંદર અભિલાષાનું અતિસુંદર વર્ણન..ખુબ આભાર..!!

  7. સંપુર્ણ રચના અદભુત અને આસ્વાધ્ય છે….

    સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
    રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.

    ખુબ જ સરસ અભિવ્યક્તિ….

  8. તું મદારી જેમ ના છેતર ઘડીભર આંખને;
    મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.

    આજ કાલ ના ઉપદેશકો ગીત સંગીત સાથે સંસાર ના નિતી નિયમો ની
    સમજ વાપવા કથા વારતા કે રાત્રે ભજન જાગરણ કરી પોતા ના કે સંસ્થા
    ના ભંડોળ માટે નથી કરતા ? એક વ્યકતી એવો બતાવો કે આવા મદારી
    ની જાળમાં ન આવ્યા હોય. ખરેખર તો સાચો મદારી એ જે માણસ ના
    જીવનનુ પરીવર્તન કરી શકે. બહુજ ઊડાણ પુર્વક ની અભિવ્યક્તી.

    આપની જ બે પંક્તિ યાદ આવી.
    તું દ્વાર ઉઘાડીશ તો ભરમ પણ નહિ રહે
    સાંકળ કે ટકોરા કે પ્રતીક્ષાની મજા દે.

    આવી રીતે દ્વાર ઊઘડાવનાર મદારી કેટલા ?

    ધન્યવાદ અશરફભાઈ.

  9. રોજ્ના મેદાન મા આવ તો સાચૉ કહુ
    સરસ ગઝલ્

  10. તું મદારી જેમ ના છેતર ઘડીભર આંખને;
    મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.
    બહુ સરસ રચ્ના
    ખુબ ખુબ આભર

Leave a Reply to Jayant jhoolapara Cancel reply

Your email address will not be published. Required fields are marked *