સોયમાં દોરો -ડૉ.નિલેશ રાણા

આજના આ ગીત માટે ઊર્મિનો ખાસ આભાર… 🙂

velvet_painting_pz99_l-sml.jpg
(…મારામાં સંધાયુ કંઈ!)

સંગીત – સ્વર : નયનેશ જાની

સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયુ કંઈ,
છમછમ છાલક સમ છલકાયો પળમાં ને મારામાં બંધાતુ કંઈ.

શ્વાસો તારાથી ને શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ;
નજરોમાં રોપાતી મોગરા-શી તું અહીં મુજમાં સુગંધાતુ કંઈ.

છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઈ આજ હવે હું જ મને મારાથી ઝૂટવું;
હૈયું કપૂર સમ ઉડતું રહ્યું ને જૂઓ મારામાં ઘેરાતુ કંઈ.

-ડૉ.નિલેશ રાણા

19 replies on “સોયમાં દોરો -ડૉ.નિલેશ રાણા”

  1. Dear updater,
    I am trying to play this song for at least 8 -9 months but its not working .
    kindly update the link .
    many thanks.
    vipul.

  2. ખુબજ સરસ કવિતા. સોયદોરાનુ પ્રતિક લઈને પ્રેમની અભિવ્યક્તિ સુન્દેર રીતે થઇ છે.

  3. શ્વાસો તારાથી ને શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
    હૈયું કપૂર સમ ઉડતું રહ્યું ને જૂઓ મારામાં ઘેરાતુ કંઈ…
    સુંદર ગીત ના સુંદર શબ્દો સવાર ના પહોર મા રોમેન્ટિક મુડમાં લાવી ગયા..!!
    કેવું સરસ મજાનું પિકચર પણ મુક્યું ..!!

  4. તસતસતા કમખામા ગુગલાતા…….ધબકારા નીજેમ્
    રોમાટિક રજુઆત મજા આવી ગઇ

  5. છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું…….વાહ

    સ્વર..સંગીત પણ બહુ સરસ

Leave a Reply to Harshad Cancel reply

Your email address will not be published. Required fields are marked *