ના મળ્યાં ! – હરીન્દ્ર દવે

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !

– હરીન્દ્ર દવે

17 replies on “ના મળ્યાં ! – હરીન્દ્ર દવે”

  1. તમારા હોઠોને તાળાં ચૂપનાં,
    અમારી વાચાના ઊડે ધૂપ,
    રે અમે ને તમે ના મળ્યાં !

    હૃદય સોસરવી ઉતરી જાય તેવી કવિતા…

  2. તમારા આંગણમાં તમે એકલાં,
    અમારા આકાશે અમે એક
    રે અમે ને તમે ના મળ્યાં !

    तुम ना जाने, किस जहा में खो गए
    हम भरी दुनियाँ में, तनहा हो गए
    मौत भी आती नहीं, आस भी जाती नहीं
    दिल को ये क्या, कोई शय भाती नहीं
    लूट कर मेरा जहां, छूप गए हो तुम कहा?

    एक जान और लाख गम, घुट के रह जाए ना दम
    आओ तुम को देख ले, डूबती नज़रों से हम
    लूट कर मेरा जहां, छूप गए हो तुम कहा ?

    • જો તુમ હંસોગે તો હંસેગી યે દુનિયા
      રોઅઓગે તો ના રોયેગી યે દુનિયા

      છોડદે સારી દુનિયા કિસિકે લિયે યે મુનાસિબ નહિં આદમી કે લિયે..

  3. A very touchy poem.” ame ne tame na malya” નુરક્ત હ્રિદય્ મથિ વહ્ય કરે ચે

  4. તમારા હોઠોને તાળાં ચૂપનાં,
    અમારી વાચાના ઊડે ધૂપ,
    રે અમે ને તમે ના મળ્યાં..!
    ન મળ્યાં નું દુઃખ પણ મન માટે
    ગીત યાદ આવી ગયું…

    ખુશ્બુ આતિ રહે દુર સે હી સદા
    સામને હો ચમન કોઈ કમ તો નહીં
    ચાંદ મિલતા નહી સબકો સંસારમેં
    હૈ દિયા હી બહોત રોશની કે લિયે..

Leave a Reply to Mehmood Cancel reply

Your email address will not be published. Required fields are marked *