માધવ ક્યાંય નથી મધુવનમાં ! –હરીન્દ્ર દવે

આજે જ્યારે ટહુકો પુન: ગુંજી રહ્યો છે, તો શરૂઆત વ્હાલા કાનુડાથી જ કરાય ને ? હરીન્દ્ર દવેનું આ Legendary ગીત, હેમા દેસાઇના સુમધુર સ્વરમાં સાંભળવાની ચોક્કસ મજા આવશે.

સ્વર : હેમા દેસાઇ

સંગીત : આશિત દેસાઇ

.

માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા
વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં…
માધવ ક્યાંય નથી.

કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં…..
માધવ ક્યાંય નથી.

શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
માધવ ક્યાંય નથી મધુવનમાં !

36 replies on “માધવ ક્યાંય નથી મધુવનમાં ! –હરીન્દ્ર દવે”

  1. આ કાવ્ય મારુ પ્રિય છે. હરીન્દ્ર દવે ના બધા કાવ્ય સારા હોય છે.

  2. આ ગીત માવજિભાઇ.કોમ મા કાવ્ય માળા નંબર -૧ મા ૮૭ નંબર નુ કાવ્ય છે તે બન્ને ના અવાજ મા છે

  3. માવજીભાઈ, કોમ ઉપર આ ગીત હરીશ ભટ્ટ ના અવાજમાં મળશે

  4. આગિત હરિશ ભટ ના સ્વર મા મેળવિ આપવા વિનન્તિ

  5. આ ગિત હરિસ ભટ ના સ્વર મા મેળવિ આપવા વિનતિ

  6. મારા પ્રિય ગીતોનો આનંદ અહીંથી ન મળે તેવુઁ ભાગ્યે જ બને છે.ટહુકોનો આભાર કેટલો માનીએ? નંબર વન સાઈટ કહી શકાય જે ફક્ત આનંદ અને આનંદ વહેંચે છે અને કશા જ વળતરની અપેક્ષા નહી. “ટહુકો” આભારને નહી વંદનને પાત્ર છે.

  7. ઘણા વર્ષ પછી આ રચના સાભડવા મડી અને સ્કૂલ ના દિવસો ની યાદ આવી ગઈ. આભાર ટહુકો.કોમ્…..

  8. its fantastic song really…
    when i was in 8th standard this song use to be a poem to us in a gujrati subject from that year onwards i like this very much…
    thanks a lot….

  9. માધવ ક્યાય નથી મધુવનમાં….આભાર ટહુકો.કોમ

  10. શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
    અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
    કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
    માધવ ક્યાંય નથી મધુવનમાં
    >>>>>>>>>>> audio nt available frm ….

    (અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
    કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
    માધવ ક્યાંય નથી મધુવનમાં)

    if u cn plz post full song..

    thanks & regrds,
    haresh thakkar

  11. Chi BEN JAYSHREE/SHREE AMITBHAI Thank you v. much…for Hemaben!s krishna geet..Please refer comment no9,16 and 18 and also..Comment from Sonali…no 11 & Milin no 12..and mine 2 comments…no 14 and 15 respectively…which is in gujarati…it says..THE NAME OF MALE SINGER IS HARISH BHATT..!! still we are eager to listen the same ..pl try to procure and dothe needful….for uploading..the same…INDIRA & RANJIT..JAYSHREE KRISHNA..

  12. This song was originally sung by male singer. Appreciate if you can provide me name of that singer so that it will become little easier to find the original track.

    Best Regard
    Praful

  13. Dear Friends

    If any one can tell me the name of the singer (male) of original song, I will try my best to get that song.

    Jai Sri Krishna

  14. હુન સોનલિ અને મિલિન્દ સાથે સહમત ચ્હુન હરિશ ભત્ત ગયક ચ્હે હુન મુમ્બૈ થિ મેલવ વાનિ કોશિશ કરિશ હમ્ન તો હુન કેલિફોર્નિઅ મન ચ્હુન્જય્શ્રેીબેન પન કોશિશ કારે તો જરુર્થિ જેીતિ જય્…!!!રન્જેીત અને ઇન્દિર…આભર જય્શ્રેીક્રિશ્ન…….

  15. ક્બુબ ખુબ સરસ હુન હર્યો અને તમે જિત્ય…ામારિ ફર્મૈશ્.. તેમ ચ્હત એક વખત હરિશ ભત્ત ન સ્વરે તો જરુર્થિ સમ્ભલ્વુન ચ્હે અમોને એ આવઝ કુન્દન્લલ સૈગલ જેવોજ લગ્યો ચ્હે ઘનોજ આભર જય્શ્રેીબેન્…રન્જિત અને ઇન્દેીર ન જય્શ્રેી ક્રિશ્ન….!

  16. I totally agree with sonali.
    This song is originally sung in a male voice. I am looking for it since so many year. Can not find it anywhere. If someone has it, please upload it. To me, it is the best “gujarati Sugan sangit “song.
    Thanks in advance.

  17. this song originally was sung differently, can someone upload that song… it doesn’t sound right in this tune. we (at C.N.) grew up with that wonderful tune….

  18. I like this songs Its very wonderful. Touches the tip of my heart. From where to find the words to describe my feelings?
    Naresh Kumar Joshi Surat

  19. માધવ ક્યાંય નથી મધુવનમાં ગીત પુરુષ ગાયક (નામ યાદ નથી) UPLOAD કરવા વિનતી

    તમારો ઘનો આભાર થશે

    પ્રફુલ

  20. મનગમતા કવિ ની મનગમતી રચના, મનગમતી વેબસાઇટ પર આજે સાંભળવા મળી – ત્રણ ગણી મઝા પડી ગઇ !!

  21. Kanudo is the highest manifestation of Love-
    and today is PREM DIWAS…
    Maadhav Kyany Nathi – is one of the best creations of Harindra Dave (the Novel and this poetry) both.

    Thanks for sharing it today.

  22. શબ્દથી વિખૂટા પડેલા સૂરનું પુનઃ સાયુજ્ય સ્થાપવા માટે આ ગીતથી ચડિયાતું અવર કયું ગીત હોઈ શકે?

    ગીતની શરૂઆતમાં આવતો નાનકડો પરિચય પણ ગમ્યો… કંઈક નવું થયું હોય એમ લાગ્યું… અભિનંદન, મિત્ર !

  23. whooop!!! now i dont need to say anything more..! what can be a better gift for “Tahuko-Lover” on Valentines Day….. Love to all

Leave a Reply to Jayshree Cancel reply

Your email address will not be published. Required fields are marked *