સાવ રે ઘેલી – અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

સાવ રે ઘેલી !
અડધી અડધી થાય જોતા મુને,
તોય તારા બે હોઠ રહે નિત આવતા ઓલ્યા સ્મિતને ઠેલી !

આપણે તો પ્રિય, સાચુ પૂછો તો, મારગે મળ્યાં એટલો નાતો !
( તેથી જ કે પેલો સાગર ઘેલો હોઠે અડી અડી જાય રેલાતો ? )
તોય જાણું તારા નેણ દ્વારે વાટ જોતી કંઇ કેટલી વાતો
આવી આવી ઊભે નિત છુપાઇ પાંપણે કેરી ભીંત એઢેલી… સાવ રે ઘેલી

સાવ સૂકા એ મારગે આપણ આજ લગી વાયો વાયરો સૂનો
કોણ જાણે ક્યમ એય છકેલો વાય હવે ચારે કોરથી ભીનો !
એટલું યે પણ હોય ઓછું તે અંગે અંગે મૂઓ ચોળતો હીનો !
(ને) રંગબેરંગી સમણાં ઓલ્યાં રાત આખી જાય ફાગને ખેલી ! … સાવ રે ઘેલી

નજરુંના તારા ફૂલનો ઊભી વાટમાં રંગ-પરાગ વેરાતો
કો’ક કહે અલ્યા મારગે તારે વૈશાખનો વંટોળ ઘેરાતો
ધૂળ ઊડે ઊંચે આભ ઘેરીને જેઠ તપે પછી વગડે તાતો
એની તે હોય વિસાત મને શી? તું જ મળી યાં પાવસ હેલી… સાવ રે ઘેલી

3 replies on “સાવ રે ઘેલી – અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ”

  1. આપણે તો પ્રિય, સાચુ પૂછો તો, મારગે મળ્યાં એટલો નાતો !
    ( તેથી જ કે પેલો સાગર ઘેલો હોઠે અડી અડી જાય રેલાતો ? )

    મારગે મળવાનો નાતો, મનને સમજાવવાનો અઘરો મારગ….

    ગીત ગમ્યુ…

  2. જયશ્રીબેન,
    સાવ રે ઘેલી – અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ આજના ટહુકામાં બે વર્ષ પહેલાનું આ ગીત વાંચ્યુ. ગમ્યું.
    “આપણે તો પ્રિય, સાચુ પૂછો તો, મારગે મળ્યાં એટલો નાતો !” મનને મનાવાની મઘુર માવજત.
    ચન્દ્રકાંત લોઢવિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *