તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

ઘણા વખત પહેલા ટહુકો પર મુકેલું આ ગીત – આજે અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..

(તમે જિંદગી વાંચી છે ? …. Photo from Flickr)

* * * * * * *

.

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

22 replies on “તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી”

  1. “આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
    લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
    હશે કદાચિત લેખકજીને
    પીડા નામે વળગણ…. તમે જિંદગી….”

    લેખકજી ગોડ= “ગો ઓન ડુઇંગ “…તે વધુ ને વધુ
    સારું કંઈક બનાવવાની કોશિશમાં છે….અથક સતત
    સર્જન-કર્મ કર્યેજ રાખે છે! નવી નવી “યુનિક” કથાઓ
    …વાર્તાઓ.. કવિતાઓ…લખ્યાજ કરે છે …
    લા’ કાન્ત / ૨૭-૮-૧૨

  2. હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
    તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
    ..ફાટેલાં પાનાંનાં જેવાં
    ફાટી જાતાં સગપણ….

    ….ફાટેલાં પાનાંનાં જેવાં
    ફાટી જાતાં સગપણ….

  3. ખૂબ સુંદર રચના અને ગીત

    ફાટેલાં પાનાંનાં જેવાં
    ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી…

    જિંદગી વિશેની મારી એક રચનાની પંક્તિ કેહવાનું મન થાય છે

    તૂટેલા સ્વપ્નો ભીંજાયેલી આંખો,
    કેવી !!! ઉદાસ છે જિંદગી !!!
    હરેક સંબંધે તિરાડો “પ્રેમ”,
    જર્જરિત આવાસ છે જિંદગી;

  4. મુકેશ જોશી ….શબ્દો ના મેજિક જોશી છે ….
    મર્મ એકદમ ચોટદાર ….
    અને શબ્દો એક દમ સરળ …
    અવિનાશ ભાઈ જેવો ફ્લેવર ….
    સરસ મજા નું ગીત શેર કરવા માટે …
    જયશ્રી બેન નો ખુબ ખુબ આભાર …

  5. જીંદગીની કિતાબ વાંચવાની ખૂબ જ મજા આવી, દરેક કિતાબ નિ શરુઆત માનવિ ના જન્મ થી અને અંત મૉત થી જ થાય છે. કિતાબ ના અંદર ના પાના રોજ લખાય છે. દરેક કિતાબ નુ અંદર નુ લખાણ જુદુ જ હોય છે. આતો મારો અભિપ્રાય છે.

  6. જયશ્રીબેન,”દિલાવરી” આલ્બમનુ છેલ્લુ ગીત “પાન્ખો દીધી ને મે ઉઙવા કીધુ”-Title song-મુકવા વિનન્તી.

  7. Hi,jaishree,Mukesh joshi ne sambhdya&joya chhe,maripase tani cd chhe, tena songs ahiya vinodjoshi na nam thi chhe avun mane kem lage chhe? samjavsho please?

  8. વરસાદ થિ પન વધુ ભિજાઇ ગયો આ વાચન વારિ થિ ..ખુસ્…ખુસ

  9. normally i listen to english songs but i jus went through anant vyas’s gujarati compositions and felt a new wave of music hit me …….certainly i ll be lookin forward to some more of his compositions……..

  10. જિંદગી, સમજણ અને સગપણની અનોખી દાસ્તાન અને એનો વિષાદ…..સરસ રીતે વાત કરી છે…..

  11. પુસ્તક નેી સાથે જિન્દગેી સરખાવેી છે એમ આ કવિતા મ મોબાઇલ સાથે સરખાવેી છે.

    આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો

    જરૂર જેટલી જ લાગણીઓ

    રિચાર્જ કરતો થઈ ગયો

    ખરે ટાણે જ ઝીરો બેલેન્સ

    દેખાડતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    સામે કોણ છે એ જોઈને

    સંબંધ રિસિવ કરતો થઈ ગયો

    સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ

    સ્વીચ ઓફ કરતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    આજે રીટા તો કાલે ગીતા એમ

    મોડેલ બદલતો થઈ ગયો

    મિસિસને છોડીને મિસને

    એ કોલ કરતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    પડોશીનુ ઊંચું મોડેલ જોઈ

    જુઓને જીવ બાળતો થઈ ગયો

    સાલું, થોડી રાહ જોઈ હોત તો!

    એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    હોય બરોડામાં અને છું સુરતમાં

    એમ કહેતો એ થઈ ગયો

    આજે હચ તો કાલે રિલાયન્સ એમ

    ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં

    કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો

    હવે શું થાય બોલો

    મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

  12. beautiful and refreshing poem and composition,Anant vyas is a composer,Gujarati Sugam Sangeet fraternity needs to recognise his talent .Gujarati Sugam sangeet activity is captured by few .To make more popular and listenrer friendly,GSS needs to welcome such composers like Anant,Mehul Surati,SUresh JOshi..and many more unknown.

  13. dear Jayshreeben
    મારે ગુજરાતિ નોવેલ ઓન લાઈન
    જોએઅ ચ્હે સુ તમે મોક્લ્સો જેવિકે સૌરાસ્ત્રનિ રસ ધાર ઓક આવજો
    Thanks & regards
    Harshad Hajare

  14. ખૂબ જ સુંદર તરોતાજા સ્વર અને સ્વરાંકન!
    અનંત વ્યાસને હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  15. ફાટેલા પાનાનાં જેવાં
    ફાટી જાતાં સગપણ.

    આ ચોપડી વાંચવાની મઝા આવી.

  16. જેીવો ત્યા સુધેી ફુલ જેવા ખેીલેલા રહેજો. અને મરો તયારે ફુલ નેી જેમ મરજો. ફુલ મરે ત્યારે અનેી સુગ્નધ બધે ફેલાઇ જાય ચે.

  17. ફાટેલા પાનાના જેવા, ફાટી જાતા સગપણ—–
    મજાનુ ગીત.

  18. Good craftmanship of metaphore of book for life. This reminds me of: an old line
    ” Che’ Maanav Jivan Ni Ghatmaal E’vi, Sukh Alp, Dukh Pradhan thaki Bhare’li. ” – I do not remember the name of the poet.

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *