ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

ઘણા વખત પહેલા ટહુકો પર મુકેલું આ ગીત - આજે અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..

(તમે જિંદગી વાંચી છે ? …. Photo from Flickr)

* * * * * * *

This text will be replaced

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

એક વર્ષ પહેલા : મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં .. - રાજેન્દ્ર શુક્લ

બે વર્ષ પહેલા : જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ - શૂન્ય પાલનપુરી

ત્રણ વર્ષ પહેલા : મુક્તકો - બરકત વિરાણી 'બેફામ', H सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

14 comments to તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

  1. વિવેક ટેલર
    February 8th, 2008 at 11:59 am

    સરળ છતાં મજાનું ગીત… વાત એની એ જ પણ કહેવાની પદ્ધતિ જ કમાલ સર્જે છે…

  2. Vijay Bhatt
    February 8th, 2008 at 10:47 pm

    Good craftmanship of metaphore of book for life. This reminds me of: an old line
    ” Che’ Maanav Jivan Ni Ghatmaal E’vi, Sukh Alp, Dukh Pradhan thaki Bhare’li. ” - I do not remember the name of the poet.

  3. ashalata
    February 8th, 2008 at 11:14 pm

    ફાટેલા પાનાના જેવા, ફાટી જાતા સગપણ—–
    મજાનુ ગીત.

  4. Pinki
    February 9th, 2008 at 4:03 pm

    જીંદગીની કિતાબ વાંચવાની ખૂબ જ મજા આવી….. !!

  5. Parin Shah
    February 14th, 2009 at 1:58 am

    જેીવો ત્યા સુધેી ફુલ જેવા ખેીલેલા રહેજો. અને મરો તયારે ફુલ નેી જેમ મરજો. ફુલ મરે ત્યારે અનેી સુગ્નધ બધે ફેલાઇ જાય ચે.

  6. જય પટેલ
    August 26th, 2009 at 6:57 am

    ફાટેલા પાનાનાં જેવાં
    ફાટી જાતાં સગપણ.

    આ ચોપડી વાંચવાની મઝા આવી.

  7. sudhir patel
    August 26th, 2009 at 7:05 am

    ખૂબ જ સુંદર તરોતાજા સ્વર અને સ્વરાંકન!
    અનંત વ્યાસને હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  8. Harshad
    August 26th, 2009 at 5:59 pm

    dear Jayshreeben
    મારે ગુજરાતિ નોવેલ ઓન લાઈન
    જોએઅ ચ્હે સુ તમે મોક્લ્સો જેવિકે સૌરાસ્ત્રનિ રસ ધાર ઓક આવજો
    Thanks & regards
    Harshad Hajare

  9. vipul acharya
    August 26th, 2009 at 7:01 pm

    beautiful and refreshing poem and composition,Anant vyas is a composer,Gujarati Sugam Sangeet fraternity needs to recognise his talent .Gujarati Sugam sangeet activity is captured by few .To make more popular and listenrer friendly,GSS needs to welcome such composers like Anant,Mehul Surati,SUresh JOshi..and many more unknown.

  10. manoj
    August 26th, 2009 at 8:29 pm

    પુસ્તક નેી સાથે જિન્દગેી સરખાવેી છે એમ આ કવિતા મ મોબાઇલ સાથે સરખાવેી છે.

    આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો

    જરૂર જેટલી જ લાગણીઓ

    રિચાર્જ કરતો થઈ ગયો

    ખરે ટાણે જ ઝીરો બેલેન્સ

    દેખાડતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    સામે કોણ છે એ જોઈને

    સંબંધ રિસિવ કરતો થઈ ગયો

    સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ

    સ્વીચ ઓફ કરતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    આજે રીટા તો કાલે ગીતા એમ

    મોડેલ બદલતો થઈ ગયો

    મિસિસને છોડીને મિસને

    એ કોલ કરતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    પડોશીનુ ઊંચું મોડેલ જોઈ

    જુઓને જીવ બાળતો થઈ ગયો

    સાલું, થોડી રાહ જોઈ હોત તો!

    એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    હોય બરોડામાં અને છું સુરતમાં

    એમ કહેતો એ થઈ ગયો

    આજે હચ તો કાલે રિલાયન્સ એમ

    ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

    ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં

    કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો

    હવે શું થાય બોલો

    મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો

    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

  11. Maheshchandra Naik
    August 27th, 2009 at 3:00 am

    જિંદગી, સમજણ અને સગપણની અનોખી દાસ્તાન અને એનો વિષાદ…..સરસ રીતે વાત કરી છે…..

  12. તમે જિંદગી વાંચી છે « અમૂલ્ય રત્નો
    August 27th, 2009 at 7:37 pm

    [...] From, http://tahuko.com/?p=1183 [...]

  13. dave abhishek
    August 28th, 2009 at 10:04 pm

    normally i listen to english songs but i jus went through anant vyas’s gujarati compositions and felt a new wave of music hit me …….certainly i ll be lookin forward to some more of his compositions……..

  14. jay buch
    August 29th, 2009 at 2:30 pm

    વરસાદ થિ પન વધુ ભિજાઇ ગયો આ વાચન વારિ થિ ..ખુસ્…ખુસ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>