આપણી તો આટલી છે વારતા – હિમલ પંડ્યા “પાર્થ”

સ્વર – ડો. ભાવના મહેતા
સ્વરકાર -પ્રણવ મહેતા
સંગીત સંચાલન – નીરવ પંડ્યા, જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

જીતવા જેવું બધુંયે હારતા,
આપણી તો આટલી છે વારતા!

ઝાંઝવામાં સ્વપ્ન કેરી નાવને,
લઇ હલેસાં આશના હંકારતા;

રોજ તારી યાદ આવી જાય છે,
એક જૂના જખ્મને સંભારતા!

તુજ થકી આ મેળવેલાં દર્દને,
શબ્દકેરું રૂપ દઈ શણગારતા;

‘પાર્થ’ કોઈ રાહ તો ચીંધે હવે;
ખૂબ ચાલ્યા વ્યર્થ ફાંફા મારતા!

– હિમલ પંડ્યા “પાર્થ”
(ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ માંની ગઝલ રચના)

21 replies on “આપણી તો આટલી છે વારતા – હિમલ પંડ્યા “પાર્થ””

  1. જો હું ભુલ ના કરતો હોઉ તો યમન, ભીમપલાસી અને બૈરાગીનો ઉપયોગ કર્યો છે પ્રણવભાઇએ……… બહુ જ સુંદર ગઝલ, સરસ શબ્દો, ગાયન અને સ્વરાંકન. અંતરામાંથી મુખડા પર આવતું કનેક્શન ખુબ સરસ….. રાગોનો સરસ ઉપયોગ, ક્યાંય ખૂંચે નહિ એ રીતે.

  2. સરળ અને સુંદર શબ્દો.

    રોજ તારી યાદ આવી જાય છે,
    એક જૂના જખ્મને સંભારતા!

    તુજ થકી આ મેળવેલાં દર્દને,
    શબ્દકેરું રૂપ દઈ શણગારતા;

  3. જરા જુદી ભાત પાડતી આવી સારી ગઝલો આજકાલ ઓછી સાંભળવા
    મળે છે ત્યારે સુંદર સંગીત અને ઉમદા હેતુ માટે નિર્માણ પામેલા આ
    આલ્બમને વધાવી લેવું ઘટે. સૌ કલાકારોને અભિનંદન. :- દિવાકર દેસાઈ

  4. એકદમ સરળ અને સુંદર શબ્દો, વિવેકભાઈની વાત સાચી છે “સરળ અને શાતાદાયી ગાયકી…”
    સુંદર પાર્શ્વસંગીત સંચાલન , સ્વરાંકનમાં રાગોનો સરસ ઉપયોગ. સહુને અભિનંદન…. –વિશાલ વસાવડા

  5. કવિતાનૉ સુક્ષ્મ ભાવ સમજવા હૈયુ હાથવગુ રાખવુ પડે સરસ રચના અને સરસ સંગીત. હિમલભાઈ અભિનંદન.

  6. સુન્દેર રચના. જેમ સુખ સાથે દુખ જોઙા યેલુ છે તેમ આશા નિરાશા પન જોઙા યેલિ છએ આથિ નિરાસા ફેલાવાનુ કહિ ન સ્કિયે. મારા મ્તે તો આ સર્સ વિચાર છે.

  7. હિમલભાઈ,
    અભિનન્દન !
    આપનિ ક્રુતિ માણિ.
    ભરત ઓઝા.

  8. ..આશ ના હન્કારતા..આશા તો ખરિ જ…!!!!!!!!
    રાહ કોઇ ચિન્ધએ….આશા તો ખરિ જ..!!!!!
    કવિ ને અભિનન્દન

  9. દર્દને શબ્દ કેરા રુપથેી શણગારેી શકાય,એ કલ્પના જ કવિતાના નવા પરિમાણનિ આશા જન્માવે.કવિને અભિનન્દન
    વિહાર મજમુદાર

  10. ગુજરાતની ખમિર્વન્તિ ધરતિ ના ચારણૉ જ્યારે ગાતા તો મડ્દા ઊઠિ ને ધિન્ગાણે ચડતા.
    એ ધરતિ મા હવે ના કવિઓ નિરાશા ફેલાવશે?
    આવી કવિતાઓ જો પાથ્ય પુસ્તકોમા આવશે તો નિરાશા અને હતાશા નુ સિક્ષણ પ્રસરશે.

    શુ કવિઑ આવુ ઈચ્છે છે?

    રામદેવ દેશને જગાડે છે, ને કોઇ કવીઓ નિઆશા હતાશા ફેલાવે છે.
    સાહિત્ય કળાનો દુરુપયોગ થતો લાગે છે.

    જય શ્રી ક્રિશ્ન
    skanda987@gmai.com

Leave a Reply to Himal Pandya 'Parth" Cancel reply

Your email address will not be published. Required fields are marked *