તારા નામનો દીવો ધરું – ગુંજન ગાંધી

એકદમ અંધારપટની વાત માંડીને કરું
ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.

આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ
જે કર્યું ખોટું બધું કંઈ એ ય થઈ જાશે ખરું.

કેટલા ખાબોચિયામાં દરવખત ડુબ્યા પછી,
એમ કે પહોંચી જવાશે, લાવ ને દરિયો તરું.

સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહુ ,
ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું.

રક્તથી ચાલે હૃદય પણ એટલું પૂરતું નથી,
લાવ ધમનીમાં હવે ચિક્કાર હું શાહી ભરું.

– ગુંજન ગાંધી

(આભાર – ગુંજારવ)

15 replies on “તારા નામનો દીવો ધરું – ગુંજન ગાંધી”

  1. જયશ્રી,

    મારી ગઝલ પોસ્ટ કરવા માટે આભાર…અને સહુ મીત્રોનો આભાર…

    – ગુંજન ગાંધી

  2. મનની ઉન્ડાનની વાત આટલા સહજતાથી કહેવી એટલુ સહેલુ નથી….બહુજ સુન્દર્…

  3. ખુબજ સુન્દર ઉક્તિ…

    કહેવુ પડે કેઃ
    તમારા હ્રદયની શાહી જ્યારે કાગળ પર છલકાય છૅ,
    ત્યારે ત્યારે અન્ધારપટ અજવાળતા દીવા થાય છૅ.

  4. Hey Gunjan,
    This is the ghazal which made me to remember krushna Dave….
    Very beautiful…
    would love to know something more about you…

  5. કેટલા ખાબોચિયામાં દરવખત ડુબ્યા પછી,
    એમ કે પહોંચી જવાશે, લાવ ને દરિયો તરું.

    વાહ….શુ હીંમત !!!!!!!!!!!!

  6. શ્રી ગુંજન ગાંધીની ખુબ સુન્દર રચના એમાય જ્યારે ધમનીમાં ચિક્કાર શાહી ભરીને ધબકતા હ્રદયથી લખ્યું કે..
    સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહુ ,
    ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું…

    આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ
    જે કર્યું ખોટું બધું કંઈ એ ય થઈ જાશે ખરું…

    કમાલની શબ્દગુંથણી ભાઈ..!!!

  7. ખુબ સુંદર રચના
    ઊંડા અંધારામાં ફક્ત એક તારું નામ કાફી છે
    સંસાર ખાબોચિયામાં ખુદને ડૂબાડી ને પ્રણય નો દરિયો તરી જવાની વાત છે
    ને છેલ્લે હદય માં શાહી કેમ ભરવાની ?
    કારણ કે
    ” મેરે કલમ પે જમાને કી ગર્દ એસી થી
    કે અપને બારે મેં ન લીખ શકા યારો

  8. Gunjanbhai, તમારા શબ્દો,રચના,ભાવ હ્ર્દય સ્પર્શિ ગયા.થાય છે કે બધુ જ મગજમા તપકાવી લઊ?

Leave a Reply to Indira Adhia Cancel reply

Your email address will not be published. Required fields are marked *