તારા નામનો દીવો ધરું – ગુંજન ગાંધી

એકદમ અંધારપટની વાત માંડીને કરું
ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.

આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ
જે કર્યું ખોટું બધું કંઈ એ ય થઈ જાશે ખરું.

કેટલા ખાબોચિયામાં દરવખત ડુબ્યા પછી,
એમ કે પહોંચી જવાશે, લાવ ને દરિયો તરું.

સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહુ ,
ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું.

રક્તથી ચાલે હૃદય પણ એટલું પૂરતું નથી,
લાવ ધમનીમાં હવે ચિક્કાર હું શાહી ભરું.

– ગુંજન ગાંધી

(આભાર – ગુંજારવ)

15 replies on “તારા નામનો દીવો ધરું – ગુંજન ગાંધી”

 1. ઉત્તમ ગઝલની ભરપૂર શક્યતાઓ ધરાવતી રચના…

  છેલ્લા બે શેર સ્પર્શી ગયા…

 2. Indira Adhia says:

  Gunjanbhai, તમારા શબ્દો,રચના,ભાવ હ્ર્દય સ્પર્શિ ગયા.થાય છે કે બધુ જ મગજમા તપકાવી લઊ?

 3. Nilesh Desai says:

  ખુબ સુંદર રચના
  ઊંડા અંધારામાં ફક્ત એક તારું નામ કાફી છે
  સંસાર ખાબોચિયામાં ખુદને ડૂબાડી ને પ્રણય નો દરિયો તરી જવાની વાત છે
  ને છેલ્લે હદય માં શાહી કેમ ભરવાની ?
  કારણ કે
  ” મેરે કલમ પે જમાને કી ગર્દ એસી થી
  કે અપને બારે મેં ન લીખ શકા યારો

 4. Maheshchandra Naik says:

  સરસ શબ્દોગુંથણી…..

 5. mahesh dalal says:

  વાહ વાહ ઉર્મિસભર ગીત સરસ્

 6. શ્રી ગુંજન ગાંધીની ખુબ સુન્દર રચના એમાય જ્યારે ધમનીમાં ચિક્કાર શાહી ભરીને ધબકતા હ્રદયથી લખ્યું કે..
  સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહુ ,
  ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું…

  આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ
  જે કર્યું ખોટું બધું કંઈ એ ય થઈ જાશે ખરું…

  કમાલની શબ્દગુંથણી ભાઈ..!!!

 7. k says:

  કેટલા ખાબોચિયામાં દરવખત ડુબ્યા પછી,
  એમ કે પહોંચી જવાશે, લાવ ને દરિયો તરું.

  વાહ….શુ હીંમત !!!!!!!!!!!!

 8. manvantpatel says:

  અશક્ય વસ્તુને શક્ય બનાવવાની ઝઁખના !
  ભલે ભાઇ ભલે !

 9. sudhir patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 10. Dharmesh says:

  Hey Gunjan,
  This is the ghazal which made me to remember krushna Dave….
  Very beautiful…
  would love to know something more about you…

 11. Chetan Desai says:

  ખુબજ સુન્દર ઉક્તિ…

  કહેવુ પડે કેઃ
  તમારા હ્રદયની શાહી જ્યારે કાગળ પર છલકાય છૅ,
  ત્યારે ત્યારે અન્ધારપટ અજવાળતા દીવા થાય છૅ.

 12. Harshad Kothari says:

  મનની ઉન્ડાનની વાત આટલા સહજતાથી કહેવી એટલુ સહેલુ નથી….બહુજ સુન્દર્…

 13. mahesh rana vadodara says:

  gazal gami anand avyo

 14. જયશ્રી,

  મારી ગઝલ પોસ્ટ કરવા માટે આભાર…અને સહુ મીત્રોનો આભાર…

  – ગુંજન ગાંધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *