તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે – કવિ રાવલ

આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
ચોતરફ વાતાવરણમાં તરફડાટ છે…

ઊછળે દરિયો અને આ સ્થિર ઘાટ છે !!!
એટલે – મોજા મહી આ ઘૂઘવાટ છે…

લાગણીઓ તો હવા સમ સ્પર્શતી રહે…
ને હવા જેવો જ એનો સૂસવાટ છે…

ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…

ભીતરે ફૂટી હશે પાંખો તને અરે…
તારા આ અસ્તિત્વમાં જો ફડફડાટ છે…

છંદ-વિધાન: ગાલગાગા | ગાલગાગા | ગાલગાલગા

( કવિ રાવલની અન્ય રચનાઓ વાંચો : એમના જ બ્લોગ પર )

7 replies on “તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે – કવિ રાવલ”

  1. સરસ રચના..
    ગમતી વસ્તુ માટે પ્રયાસ નથી કરવા પડતા,,
    ગોખ્યા વગર જ યાદ રહી જાય છે..
    જે કોઈ દીવસ ભુલાતુ જ નથી.
    સરસ.

  2. ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
    તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…

    કોઈ સાથે ગાળેલો થોડો સમય પણ જિંદગીભર માટે પુરતો હોય છે…..

  3. ભીતરે ફૂટી હશે પાંખો તને અરે…
    તારા આ અસ્તિત્વમાં જો ફડફડાટ છે…

    Liked it 🙂

  4. જયશ્રીબેન,
    તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે – કવિ રાવલની રચના ગમી. મનની અવસ્થા અને કુદરતની સરખામણની પ્રથમની ચાર પંકતિ વારંવાર વાંચવી ગમી.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  5. બંને સહિયરોનું મગજ એક જ દિશામાં ચાલે છે કે શું? શું ઊર્મિનો બ્લૉગ કે શું જયશ્રીનો… બંને જગ્યાએ કવિની જ રચના… અને બંને રચનાઓ પાછી મનભાવન…

    ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
    તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…
    – આ ગોખવાવાળું યાર, ખૂબ ગમ્યું… આખી જિંદગી આ કામ કરવું પડ્યું હતું અને એ વખતે એ ક્યારેય ગમ્યું ન્હોતું…

  6. મજા આવી ગઈ… બધા જ શેર સ-રસ છે.

    ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
    તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…

    પણ આ ખૂબ ગમ્યો.

    શું યોગાનુયોગ છે શ્રી? આજે મેં પણ કવિની જ કવિતા મૂકી છે! 🙂
    http://urmisaagar.com/saagar/?p=500

Leave a Reply to urvashi parekh Cancel reply

Your email address will not be published. Required fields are marked *