એ જિંદગી – ઉશનસ્

કવિ શ્રી ઉશનસ્ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને યાદ કરી આ કવિતા સાથે એમને શ્રધ્ધાંજલી અર્પણ.


(આભાર – ગુજરાતી સાહિત્ય પરિષદ)

 ****

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 
-ઉશનસ્   

 

8 replies on “એ જિંદગી – ઉશનસ્”

 1. દુઃખ સાથે શ્રધ્ધાંજલી અર્પણ

 2. શ્રેી ઉશનશ સહજ કવિશ્રિ ને લાખો નમસ્કાર.
  પરમકૃપાળુ પરમાત્મા ચીરહ સાન્તિ આપો.
  અશ્વીન્.

 3. nice. like it.
  thnx. 4 sharing.

 4. અદભુત જાણીતી કવિતા…
  કવિશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ…

 5. d[pti says:

  જિંદગી શુ છે?

  હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
  તે સંધિક્ષણ છે જિંદગી.

  કવિશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ…

 6. કવિશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ…..હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું તે સંધિક્ષણ છે જિંદગી…મારો મમરો..ટપકાવું છું..ખુલ્લી આંખે પડખું ગઈકાલમાં ને ભડકે બળે ભાવિ..જીવી લે ને જીવન તું આજમાં…!!!

 7. Indira Adhia says:

  કવિશ્રિને હાર્દિક શ્રદ્ધાન્જલી.

 8. Mehmood says:

  જિંદગી..
  આમ તો સાવ ફાની છે,
  બુદબુદી જ હવાની છે.

  પણ કવિ હમેંશા આપણી સાથે રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *