સૂરજ ઈન્કમટૅકસ ભરે છે – મુકેશ જોષી

સોનેરી કિરણોની મબલક મિલકત ..... Carmel by the Sea, CA - April 2010

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સુરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે
આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી
મિલક્ત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

12 replies on “સૂરજ ઈન્કમટૅકસ ભરે છે – મુકેશ જોષી”

  1. સરસ મજાનું નવી ભાત પાડતું નાવિન્યસભર કાવ્ય.

  2. આખમા કસ્તર થૈ પડ્યો ચ્હે આગલો,અન્ધાર ને સુર્ય સાથે ના સાન્કલો -મુકેશ નુ કસ્તર નિકલિ ગયુ એમ લાગે ચ્હે

  3. મને તો આવુ યાદ આવે છેઃ

    – મારી વેણીના ફૂલ કરમાય રે, સૂરજ ધીમા તપો.

    -ન તદ્ ભાયતે સુર્યો અ શશાન્કો ન પાવક
    યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ -ગીતા.

  4. આપણા નેતાઓ સુરજ જેવા થૈ રહે તો અન્નાજિ ને જફા ન કરવેી પડે.

  5. મુકેશભાઈ,

    વાહ વાહ્, ચાબ્ખા મારો છો તે પણ હસાવતા હસાવતા. આન્નદ થઈ ગયો. આપણી માત્રુભાષા ની આટલી સુન્દર સેવા કરો છો તે માટે આભાર.

  6. સૂરજ ઈન્કમટૅકસ ભરે છે – મુકેશ જોષી
    By Jayshree, on November 8th, 2011 in મુકેશ જોષી , ગીત. કોઈએ સાચે જ કહ્યું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યા પહોંચે કવિ. આ કાળા માથાના માનવીએ તો પ્રભુની લીલાની પણ બેલેન્સશીટ બનાવી કાઢી. ખૂબ કિંમતિ કલ્પના છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

    • શ્રી ચન્દ્રકાન્તભાઈએ એક્દમ સાચું કહ્યું છે તેથી તેમના સુરમાં સુર પુરાવું છું..ખુબ સુન્દર ક્લ્પનાની અભિરુચિ વ્યક્ત કરતુ આ ગીત ખુબ ગમ્યું છે કોઈએ સાચે જ કહ્યું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યા પહોંચે કવિ. આ કાળા માથાના માનવીએ તો પ્રભુની લીલાની પણ બેલેન્સશીટ બનાવી કાઢી. ખૂબ કિંમતિ કલ્પના છે,મુકેશભાઈ વ્ય્ંગબાણ મારો છો તે પણ હસાવતા હસાવતા… આન્નદ થઈ ગયો… આપણી માત્રુભાષા ની આટલી સુન્દર સેવા કરો છો તે માટે આભાર…!!!

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *