ટહુકો – મકરન્દ દવે

Blue Jay - Yosemite Nat'l Park California (Picture by Vivek Tailor)

લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.

ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.

આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.

– મકરન્દ દવે (ઓગસ્ટ ૧૭, ૧૯૬૮)

9 replies on “ટહુકો – મકરન્દ દવે”

  1. આદરણિય મકરંદભાઇને વર્ષગાંઠના અભિનંદન
    મધુર મજાનો ટહુકો
    કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
    કેવી ધધકતી ધૂન!
    ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
    ટહુકાનો રંગ લઉં ભાળી.
    સુંદર

  2. વાહ્!!

    ટહુકાનો ગહેકતો ટહુકો.

    કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
    કેવી ધધકતી ધૂન!

  3. This 13th November is the birth day of Sri Makarand Dave.His life and poetry have inspired many for a new world.A saint-poet of Gujarat had a global perspective.
    Ashok Vaidya

  4. લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
    ક્યાંયે મળી ન કોઈ ડાળી.

    ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
    ટહુકાનો રંગ લઉં ભાળી.

    ટહુકાનો સુન્દર ટહુકો ગુન્જિયા કરે હમેશા.

  5. ઘણુ સુંદર………….માનવી ની ઈચ્છા ઓ તો અપરંપાર….તેની સીમા તો ભગવાન થી પણ ચકિત થય જવાય તેવી હોવી જોઇયે.
    ને હું માનું તો તેમા આપણો પણ વાંક નથી તે તો તેની જ ઈચ્છા હોવી જોઈયે નહિ તો આવી ઈચ્છા આપણને આપે જ શું કામ!

    “ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો ટહુકાનો રંગ લઉં ભાળી.”

    કલ્પના નુ પણ કઈક આવુંજ……..

    “લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને ક્યાંયે મળી ન કોઈ ડાળી.”

Leave a Reply to Vishal Goyani Cancel reply

Your email address will not be published. Required fields are marked *