ગઝલ – મરીઝ

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.

7 replies on “ગઝલ – મરીઝ”

  1. ”તારામાં કેટલી તાકાત છે,તું લાચાર નથી,તું ભગવાનની લડકી દિકરી છું…………………”આ બધી વાતો શું ખબર નહતી ? હતી જ.પણ ભુલાઈ ગયી હતી.યાદ કરાવનાર અને સતત યાદ કરાવનાર જો જીવનમાં ન હોય તો ???? કદાચ આ જીવન આટલું નંદનવન ના હોતે.આ વચનો નો આભાર માનીએ તેટલો ઓછો છે.એ આભાર કદાચ શબ્દોમાં લખી જ ન શકાય.

  2. તારા વચનનો કેટલો આભાર માનીએ,
    વરસો કઠણ હતાં તે ગયા આજકાલમાં.
    બહુ જ સરસ વાત લખી છે અહીં, કેટલાંક ભગવાનનાં લાડકાઓને ભગવાને જન્મની સાથે જ બીજાને હુંફ આપી શકે તેવા જ વચનો અંતરથી નીકળે તેવી સુંદર ભેટ આપી છે.જે વચનો ના આધારે કંઈ કેટલાંય જીવો જીવતા હશે.ભગવાને પોતાનો વારસો તેઓને સોંપ્યો છે.ગીતામાં ભગવાને કેટલા બધા આશ્વાસનો મનુષ્ય જાત માટે આપ્યા છે.ભગવાને માણસને પોતાનો અંશ કહીને તો કમાલ કરી છે.એ એક વચનથી તો આજે આપણે ખુમારીથી જીવીએ છીએ.ભગવાનનાં લડકા દિકરાઓ આ જ કામ કરે છે.તે એવા વચનો બોલે છે કે કઠણ દિવસો પણ હસતાં હસતાં જતા રહે છે.એ સતત યાદ કરાવતા રહે છે કે ,”તારામાં કેટલી તાકાત છે,તું લાચાર નથી,તું ભગવાનની લડકી દિકરી છું…………………”આ બધી વાતો શું ખબર નહતી ? હતી જ.પણ ભુલાઈ ગયી હતી.યાદ કરાવનાર અને સતત યાદ કરાવનાર જો જીવનમાં ન હોય તો ???? કદાચ આ જીવન આટલું નંદનવન ના હોતે.આ વચનો નો આભાર માનીએ તેટલો ઓછો છે.એ આભાર કદાચ શબ્દોમાં લખી જ ન શકાય.

  3. ભગવાનના આ લાડકા દીકરાઓના વચનોનો અમૂલ્ય
    વારસો સચવાતો રહે અને આવ્નારી પેઢીને સુન્દેર જીવન
    બનાવવા પ્રેરણા મળે.
    આભાર્.!!!!

  4. તારા વચનનો કેટલો આભાર માનીએ,
    વરસો કઠણ હતાં તે ગયા આજકાલમાં.
    બહુ જ સરસ વાત લખી છે અહીં, કેટલાંક ભગવાનનાં લાડકાઓને ભગવાને જન્મની સાથે જ બીજાને હુંફ આપી શકે તેવા જ વચનો અંતરથી નીકળે તેવી સુંદર ભેટ આપી છે.જે વચનો ના આધારે કંઈ કેટલાંય જીવો જીવતા હશે.ભગવાને પોતાનો વારસો તેઓને સોંપ્યો છે.ગીતામાં ભગવાને કેટલા બધા આશ્વાસનો મનુષ્ય જાત માટે આપ્યા છે.ભગવાને માણસને પોતાનો અંશ કહીને તો કમાલ કરી છે.એ એક વચનથી તો આજે આપણે ખુમારીથી જીવીએ છીએ.ભગવાનનાં લડકા દિકરાઓ આ જ કામ કરે છે.તે એવા વચનો બોલે છે કે કઠણ દિવસો પણ હસતાં હસતાં જતા રહે છે.એ સતત યાદ કરાવતા રહે છે કે ,”તારામાં કેટલી તાકાત છે,તું લાચાર નથી,તું ભગવાનની લડકી દિકરી છું…………………”આ બધી વાતો શું ખબર નહતી ? હતી જ.પણ ભુલાઈ ગયી હતી.યાદ કરાવનાર અને સતત યાદ કરાવનાર જો જીવનમાં ન હોય તો ???? કદાચ આ જીવન આટલું નંદનવન ના હોતે.આ વચનો નો આભાર માનીએ તેટલો ઓછો છે.એ આભાર કદાચ શબ્દોમાં લખી જ ન શકાય.

  5. મરીઝ સાહેબની ગઝલ ઉપર ટીપ્પણી કરી શકું એટલી મારી હેસિયત નથી. પણ એક વાત કહેવી મને જરુર ગમશે.

    મરીઝ સાહેબ પોતાની ગઝલોમાં જે રીતે પ્રેમને શણગારે છે, તે ખરેખર દાદ્ માંગી લે છે.

    તારા વચનનો કેટલો આભાર માનીએ,
    વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

    અદભૂત સર્જન….
    સાચા પ્રેમીને માટે પ્રેમ ક્યારેય નડતરરૂપ્ નથી હોતો.
    એ તો ફકત યાદો ના સહારે યુગ જેવુ જીવન પળની ખમોશીમાં જીવી જતા હોય છે.

Leave a Reply to Shailesh koradiya Cancel reply

Your email address will not be published. Required fields are marked *