મારો અભાવ… – મનોજ ખંડેરિયા


1779918519_576ae9bba9_m

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

12 replies on “મારો અભાવ… – મનોજ ખંડેરિયા”

  1. પીચ્હ્હઆની હળવાશ મનોજ ભા ઇની કલમમા ટ્પ્કીને આભને ય અડે ને પચી ખર પડે સાવ સહજ્.હળ્વી ફુલ ગઝ્લ જીવનની ફિલસૂફી કહી જાય ૬.

  2. મનોજ્ ભાઈ એ થોડૂ લખ્યુ પણ અદ્ ભુત લખ્યુ.મોટા ગજા નો શાયર્!!

  3. મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

    સચોટ વાત કહી. ગયા પછીજ જનારની ખોટ યાદરુપે તડ્પાવે છે…

  4. મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
    Tumko to bhul jayenge magar
    tumhari yaadein kaise bhulayenge

    jab bhi hogi pehli baarish
    tumko samne payenge
    woh bundo se bhara chehra
    tumhara hum kaise dekh payenge

  5. મનોજ ખડેરિયા નુ કાવ્ય પુરશોત્તમભાઈ નુ સ્વરાકન “હવે પાપણોમાઆદાલત ભરાશે” જો મળે તો પ્રગટ કરશો પ્લીઝ્.

  6. When I click to hear the song it says error opening file so what should i do to hear the songs . It is not a short time now it is very long time for me. Thanks.

  7. મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

    Nice one !!
    simply awesome !!

  8. Amazzzzing snap………. i love it ….. jayshree , really greaaaaaat……..
    just like poem,

    મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

    રચના પણ અતિ સુંદર……. !!

  9. મનોજ સાન્ભરે…..જ…

    મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદવળો અને હું સાંભરી જઇશ. …..
    વાહ…વાહ

Leave a Reply to Pinki Cancel reply

Your email address will not be published. Required fields are marked *