મારો અભાવ… – મનોજ ખંડેરિયા


1779918519_576ae9bba9_m

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

12 thoughts on “મારો અભાવ… – મનોજ ખંડેરિયા

 1. Vijay Bhatt ( Los Angeles)

  મનોજ સાન્ભરે…..જ…

  મારો અભાવ મોરની માફક ટહુકશે
  ઘેરાશે વાદવળો અને હું સાંભરી જઇશ. …..
  વાહ…વાહ

  Reply
 2. Pinki

  Amazzzzing snap………. i love it ….. jayshree , really greaaaaaat……..
  just like poem,

  મારો અભાવ મોરની માફક ટહુકશે
  ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

  રચના પણ અતિ સુંદર……. !!

  Reply
 3. Haresh

  મારો અભાવ મોરની માફક ટહુકશે
  ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

  Nice one !!
  simply awesome !!

  Reply
 4. Bharati

  When I click to hear the song it says error opening file so what should i do to hear the songs . It is not a short time now it is very long time for me. Thanks.

  Reply
 5. PALLAV

  મનોજ ખડેરિયા નુ કાવ્ય પુરશોત્તમભાઈ નુ સ્વરાકન “હવે પાપણોમાઆદાલત ભરાશે” જો મળે તો પ્રગટ કરશો પ્લીઝ્.

  Reply
 6. Mehmood

  મારો અભાવ મોરની માફક ટહુકશે
  ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
  Tumko to bhul jayenge magar
  tumhari yaadein kaise bhulayenge

  jab bhi hogi pehli baarish
  tumko samne payenge
  woh bundo se bhara chehra
  tumhara hum kaise dekh payenge

  Reply
 7. dipti

  મારો અભાવ મોરની માફક ટહુકશે
  ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

  સચોટ વાત કહી. ગયા પછીજ જનારની ખોટ યાદરુપે તડ્પાવે છે…

  Reply
 8. dilipnmehta

  મનોજ્ ભાઈ એ થોડૂ લખ્યુ પણ અદ્ ભુત લખ્યુ.મોટા ગજા નો શાયર્!!

  Reply
 9. rajeshree trivedi

  પીચ્હ્હઆની હળવાશ મનોજ ભા ઇની કલમમા ટ્પ્કીને આભને ય અડે ને પચી ખર પડે સાવ સહજ્.હળ્વી ફુલ ગઝ્લ જીવનની ફિલસૂફી કહી જાય ૬.

  Reply
 10. Pingback: મનોજ પર્વ ૧૩ : સ્પેકટ્રોમીટર - એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ, અલગ થઈ જતી મારી કાયા અને હું…. | ટહુકો.ક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *