હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

7 replies on “હસ્તપ્રત – મનોજ ખંડેરિયા”

  1. ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
    મને આ જગાની મમત માત્ર એક જ.

    નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
    ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

  2. ઘણુ બધુ કહી દીધુ…માત્ર એકજ વારમાં…..નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર, નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ….આ જીવન પણ એક જ ને..???

  3. નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
    ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

    -મનોજ ખંડેરિયા
    જયશ્રી…..આજે તારા બ્લોગ પર….આ કાવ્ય પોસ્ટ વાંચી.
    અને આવ્યો છું તને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા.અને, “નુતન વર્ષાભિનંદન” કહેવા.
    નોર્થ કેલીફોર્નીઆમાં તું મઝામાં હશે !..કાકા
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

  4. વાહ! એકજવાર….ઘણુ બધુ કહી દીધુ…માત્ર એકજ વારમાં…

    હારતો રહ્યો જિંદગીભર તારે કાજ,

    તુજ હતી મારી ગઝલની હસ્ત્પ્રત,

    માત્ર એકજ માત્ર એકજ,
    ખોવાઇ ગઇ દુનિયની ભીડમાં

    મળીજા માત્ર એકજ વાર

Leave a Reply to d[pti Cancel reply

Your email address will not be published. Required fields are marked *