હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

7 replies on “હસ્તપ્રત – મનોજ ખંડેરિયા”

 1. Ashok says:

  મનોજભાઈ, કવિ તો ઘણા પણ તમે માત્ર એક જ

 2. v.c.sheth says:

  વાહ! એકજવાર….ઘણુ બધુ કહી દીધુ…માત્ર એકજ વારમાં…

  હારતો રહ્યો જિંદગીભર તારે કાજ,

  તુજ હતી મારી ગઝલની હસ્ત્પ્રત,

  માત્ર એકજ માત્ર એકજ,
  ખોવાઇ ગઇ દુનિયની ભીડમાં

  મળીજા માત્ર એકજ વાર

 3. નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
  ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

  -મનોજ ખંડેરિયા
  જયશ્રી…..આજે તારા બ્લોગ પર….આ કાવ્ય પોસ્ટ વાંચી.
  અને આવ્યો છું તને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા.અને, “નુતન વર્ષાભિનંદન” કહેવા.
  નોર્થ કેલીફોર્નીઆમાં તું મઝામાં હશે !..કાકા
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 4. ઘણુ બધુ કહી દીધુ…માત્ર એકજ વારમાં…..નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર, નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ….આ જીવન પણ એક જ ને..???

 5. Mehmood says:

  ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
  મને આ જગાની મમત માત્ર એક જ.

  નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
  ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

 6. d[pti says:

  ઘણુ બધુ કહી જાય છે…..

 7. Darshan Zaveri says:

  Very very good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *