ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી – અલ્પેશ ‘પાગલ’

લય્સ્તરો પર આ પહેલા પ્રસ્તુત થયેલી અલ્પેશભાઇની આ ગઝલ વાંચી ત્યારે જ આખે-આખી ગમી ગયેલી..! આજે એ ખજાનામાં ડૂબકી મારતા પાછી મળી – તો થયું તમારી સાથે વહેંચી જ લઉં..!

***

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.

તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.

આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

11 replies on “ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી – અલ્પેશ ‘પાગલ’”

  1. કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
    તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.
    ખરેખર મજા આવી ગઇ. બહુ જ સરસ છે.

  2. જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
    ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

    એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
    થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

    અલ્પેશભાઈ ધન્યવાદ.

  3. જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
    ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

    ખુબ સ્રરસ.

  4. જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
    ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

    એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
    થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

    વાહ…વાહ…

  5. ખુબ સુન્દર રચના એક “પાગલ”ની…જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે, ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી…જયશ્રીબેન મને પણ આખે-આખી
    ગમી ગઈ…બસ તમતમારે તમારા ખજાનામાં ડુબકી મારતા રહો અને અમને મજાથી ભીંજતા રહો..

Leave a Reply to Jignesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *