ધૂળિયે મારગ – મકરંદ દવે

આ ગીતની થોડી પંક્તિઓ તો અમરભાઇ પાસેથી એમના સ્વરાભિષેક આબ્લમમાં ઘણીવાર સાંભળી છે. સાંભળતા જ ગમી ગયેલ અને વારંવાર મમળાવવું ગમે એવી આ ગીત, બાકીનો પંક્તિઓ સાથે ગઇકાલે ગોપાલકાકાના બ્લોગ પર મળ્યું, તો થયું તમારી સાથે વહેંચી લઉં..

ધૂળિયે મારગ ચાલ ... Photo by Prasanna Joshi

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;

15 replies on “ધૂળિયે મારગ – મકરંદ દવે”

 1. આપણા જુદા આક રાખશુ તો જ જીવન જીવવા જેવુ લાગશે. બાકી સરખામણીમા પડી ગયા તો બધુ જ ઑછુ લાગશે.
  ઘણુ જાણીતુ કાવ્ય.

 2. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
  નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;
  નદીના પાણી બોટલે ભરાયા ને ક્યાંય ન મળે ધુળિયો મારગ…
  નોટ ને સિક્કા પડ્યા રહે બેંકમા ને હાથમા ઓલુ ક્રેડીટ કાર્ડ..
  જમાનો કેટલો બદલાઈ ગયો ?? તોયે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ..!!

 3. manubhai1981 says:

  ધૂળિયો મારગ હુઁ ચાલ્યો હોવાથી મારો જાણીતો છે.
  કવિ મને ગમતા કવિ છે.અમથા વહાલનો અનુભવ
  કોને નથી હોતો ?……આભાર બહેન-ભાઇનો ..!

 4. Ashok says:

  આ ગઝલ નથી. ગીત છે.

 5. chandrakant Lodhavia says:

  ધૂળિયે મારગ – મકરંદ દવે
  By Jayshree, on October 17th, 2011 in મકરંદ દવે , ગીત. ખુબ સરસ. ગીત ખુબ ગમ્યું. જીવન ની હકીકત ને ફીલોસોફી સારી રીતે કહેવાઈ છે,

  સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
  દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત

  માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
  નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 6. આજ માર્ગ શોધિ રહયા સહુ ગુનિ જનો …………….આભ્હ્રર્……..ને ….અભિનદન્દન

 7. rajee says:

  khub j sundar

 8. મારી મનગમતી રચના…
  શાળાજીવનમાં આખી કંઠસ્થ હતી અને અવારનવાર ગાતો રહેતો…

 9. Ravindra Sankalia. says:

  મકરન્દ દવેનુ આ ગીત આજે ઘણે વખતે વાચ્વા મળ્યુ તેથી બહુ સારુ લાગ્યુ.

 10. HARIT BHATT says:

  ખુબ ખુબ આભાર……..

 11. Yogesh Nalawade says:

  અદ્ભુત કવિતા…ધુળિયે મારગ વાસ્ત્વિક્મા જમીની કવિતા ચે.

 12. hardik says:

  i want the composition of this song.if any one knows from which album this song is plz let me i m eagerly waiting.

 13. 1234 says:

  કવિ ને ધૂળિયા મારગ કેમ ગમે છે

 14. રીવ્ન્દ્ર says:

  અહિયાં કોય ગરીબ નથી .અને કોઈ અમીર પણ નાથી….
  કિવ કહે છે કે …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *